ગુજરાતરાષ્ટ્રીય

Presidential Eletion: મીરાં કુમારે નોંધાવી ઉમેદવારી, સોનિયા, મનમોહનસિંહ સહિત ૧૭ પક્ષોના નેતા ઉપસ્થિત રહ્યા

June 28, 2017

દેશના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વિપક્ષની તરફથી જાહેર કરાયેલા ઉમેદવાર મીરાં કુમારે આજે પોતાની ઉમેદવારી નોધાવવા સંસદ ભવન પહોંચ્યા છે. જ્યાં તેમણે રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી નોધાવી છે. આ સમયે મીરાં કુમારની સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય કેટલાય નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત યુપીએના સાથી પક્ષોના નેતાઓ સીતારામ યેચુરી, શરદ પવાર, સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોતાની ઉમેદવારી નોંધાવતા પૂર્વે મીરાં કુમાર બુધવારે સવારે રાજઘાટ પહોંચ્યા હતાં. જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ‘બાપુ’ને શ્રધાંજલિ આપી હતી. બાપુને શ્રદ્ધાંજલિ આપ્યા પછી મીરાં કુમાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી (Presidential Eletion) માટે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે સંસદ ભવન પહોંચ્યાં હતાં. જ્યાં તમામ વિપક્ષી નેતાઓ એકઠા થયા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું: અમને ગર્વ છે

મીરાં કુમારનાં ઉમેદવારી નોધાવતાં પૂર્વે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટવીટ કર્યું છે. તેઓએ લખ્યું છે કે ભાગલા પાડવાની નીતિની વિરુદ્ધમાં અમે દેશને એક કરવાની વિચારધારાને આગળ ધપાવીએ છીએ. મીરાં કુમાર અમારી ઉમેદવાર છે તેના ઉપર અમને ગર્વ છે.

આ અગાઉ મીરાં કુમારે મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ પોતાની ચૂંટણીનો પ્રચાર સાબરમતી આશ્રમ, અમદાવાદ, ગુજરાતથી શરુ કરશે. મીરાં કુમારે મંગળવારે પ્રેસ કોન્ફેરંસ પણ યોજી હતી.

વિચારધારાની લડાઈ

મીરાં કુમારે કહ્યું કે, વિપક્ષની તમામ પાર્ટીઓએ સર્વસંમતીથી મને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષી દળોની એકતા સમાન વિચારધારા ઉપર આધારિત છે. મીરાં કુમારે કહ્યું કે લોકતાંત્રિક મૂલ્યો, પારદર્શિતા, પ્રેસની આઝાદી અને ગરીબના કલ્યાણ અમારી વિચારધારાના અંગ છે, તેમાં અમારી ઊંડી આસ્થા છે.

તેઓએ કહ્યું કે આ ચૂંટણીમાં આ વિચારધારા ઉપર જ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડીશ. મીરાં કુમારે કહ્યું કે હું દરેક નિર્વાચન મંડળના દરેક સદસ્યોને પત્ર લખીને મારું સમર્થન કરવાની અપીલ છે, તેમની સામે ઈતિહાસ રચવાનો અવસર છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x