ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

PM Modi આવતી કાલથી બે દિવસની Gujarat મુલાકાતે

June 28, 2017
PM Modi આવતી કાલથી બે દિવસની Gujarat મુલાકાતે આવી રહ્યા છે. જેમાં પીએમ મોદી ચૂંટણીલક્ષી રોડ-શોના કાર્યક્રમથી લઇને મહાત્મા મંદિરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેક્ષટાઇલ ઇન્ડિયા કાર્યક્રમને પણ સંબોધીત કરશે.આ ઉપરાંત રાજકોટમાં દિવ્યાંગોને કીટ વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.પીએમ મોદીની મુલાકાતમાં ૨૯ જુનના રોજ રાજકોટનો કાર્યક્રમ સૌથી મહત્વનો બની રહેશે. જેમાં રાજકોટનો પાણીનો પ્રશ્ન યુધ્ધના ધોરણે ઉકેલાય તે માટે પીએમના હસ્તે ૨૯મીએ આજી ડેમને પાણીથી છલકાવવામાં આવશે.હાલ આ કાર્યક્રમને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.
જયારે રાજકોટમાં એરપોર્ટથી આજી ડેમ સુધીનો મોદીનો ભવ્ય રોડ-શો સફળ થાય તે માટે પક્ષ દ્વારા ભારે પ્રચાર કરાયો છે. ૧૨૦૦થી વધુ એસટી બસ ઉપયોગમાં લેવાશે. તો રેસકોર્સ ખાતે ૧૮ હજારથી વધુ દિવ્યાંગોને ૫.૬૦ કરોડના ખર્ચે કૃત્રિમ અંગો, સેરેબ્રલ પાલ્સીના દર્દીઓ માટેની ચેર, એજયુકેશન ગેઝેટ્સ, સ્માર્ટ ફોન સહિતના સાધનો આપવામાં આવશે અને લાભાર્થીઓની દૃષ્ટિએ આ દેશના સૌથી મોટો કાર્યક્રમ બની રહેશે. જેમાં કેન્દ્ર સરકારનો સામાજિક ન્યાય અને સશકિતકરણ વિભાગ મોટી મદદ કરી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમના સો વર્ષ નિમિતે ૨૯મીએ સવારે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. જેમાં ડિજિટલાઇઝેશનની કામગીરી નિહાળી હૃદયકુંજની મુલાકાત લેશે. તેમજ મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કાનું લોકાર્પણ કરશે.આ કાર્યક્રમ આશ્રમ પાસે અભયઘાટ નજીકના મેદાનમાં યોજાશે.

૩૦મીએ અરવલ્લી જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાય છે તેનો હલ લાવવા માટે કુલ ૩૧૫ ગામ અને ૩ શહેરો મળીને ૮ લાખ લોકોને લાભ થાય તેની યોજનાનું ઉદ્દઘાટન પીએમ મોડાસા ખાતે કરશે. તે સાથે મોડાસા એસ.ટી. ડેપો અને એક માર્ગનું ડિજિટલ લોકાર્પણ કરશે.

પીએમ મોદીના બે દિવસના કાર્યક્રમમાં અમદાવાદ અને ગાંધીનગર ખાતે પણ એક એક કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મહાત્મા મંદિર ખાતે ખાસ કરીને અમદાવાદ-ગુજરાતના કાપડ ઉદ્યોગને ફાયદો થાય તે માટે ટેક્ષટાઇલ ઇન્ડિયાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં વિદેશ સહિત ત્રણ હજારથી વધુ વ્યવસાયિક-ઉદ્યોગપતિઓ ભાગ લેશે.

આ ઉપરાંત પીએમ મોદી મણિનગર-કાંકરિયા વિસ્તારમાં આવેલા ટ્રાન્સસ્ટેડીયા સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખાતે શુક્રવારે યુવા અને રમતવીરોને ફોકસમાં રાખીને કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં તેઓ વિવિધ રમતો સાથે સંકળાયેલા ખેલાડીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખેલાડીઓ અને યુવાનોને ખાસ સંબોધન કરશે. આ કાર્યક્રમમાં ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં ભાગ લે તે માટે ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ પ્રયત્નો કર્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x