ગુજરાત યુનિ.ની સેમ-૧ની ઓનલાઈન પરીક્ષાઓ ૪ જુનથી
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-૧ની ઓનલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.જે મુજબ ૪ જુનથી પરીક્ષાઓ શરૃ થશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિન્ટર સેમેસ્ટરની ઓફલાઈન પરીક્ષાઓ મોકુફ થયા બાદ ગત મહિને પ્રથમ તબક્કાની ઓનલાઈન પરીક્ષાઓ લેવાઈ હતી.જેમાં બીએ,બીકોમ અને બીબીએ-બીસીએ સેમ.૧ની પરીક્ષાઓ લેવાઈ હતી તેમજ બીએસસી અને બીએડ સેમ.૧ની પરીક્ષા બાકી હતી જે હવે ૪ જુનથી લેવાશે. ઉપરાંત અગાઉની પરીક્ષાઓ જે વિદ્યાર્થીઓ નથી આપી શક્યા તેઓ માટે ફરીથી પરીક્ષા ગોઠવાતા હવે ૪ જુનથી બીએ,બીકોમ,બીબીએ-બીસીએ ,બીએસસી અને બીએડ સેમ.૧ સહિતની તમામ પરીક્ષાઓ લેવાશે.
આ પરીક્ષાઓ ૧૦થી૧૨ જુન સુધી ચાલશે.જેમાં ૩૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. યુજી સેમ.૧ની પરીક્ષાઓ હાલ જાહેર કરાઈ છે જ્યારે યુજી સેમેસ્ટર -૬ (સમર સેમેસ્ટર ) અને પીજી સેમેસ્ટર-૪ (સમર સેમેસ્ટર)ની ઓનલાઈન પરીક્ષા કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે.આ પરીક્ષાઓ પણ જુનમાં જ લઈ લેવાશે.