ગાંધીનગર

સરખી વસ્તી ધરાવતા જૂનાગઢ કરતાં ગાંધીનગર મનપા રસીકરણમાં આગળ

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં મંગળવારે કોરોના વેક્સિનના 4704 ડોઝ અપાયા હતા. આ સાથે મનપા વિસ્તારમાં અત્યાર સુધી 101954 નાગરિકોને રસી અપાઈ છે, જેમાંથી 36,184 નાગરિકોને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. બીજી તરફ જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં મંગળવારે માત્ર 286 ડોઝ અપાયા હતા, જ્યાં અત્યાર સુધી 64942 નાગરિકોને કોરોનાની રસી અપાઈ છે. જેમાંથી 28511એ બીજો ડોઝ લઈ લીધો છે. આમ સરખી વસ્તી ધરાવતા જૂનાગઢ કરતાં ગાંધીનગર મનપા રસીકરણમાં આગળ છે .

ગાંધીનગર કોર્પોરેશનમાં હાલની સ્થિતિએ 18 વર્ષથી ઉપરના નાગરિકોની સંખ્યા 2.82 લાખથી ઉપર છે. સામે જુનાગઢમાં પણ 18 વર્ષથી ઉપરના નાગરિકોની સંખ્યા ગાંધીનગરની આસપાસ જ છે. કારણ કે 2019ની ચૂંટણીમાં જૂનાગઢમાં મતદારોની સંખ્યા 2.32 લાખથી વધુ હતી. એટલે કહીં શકાય તે લગભગ સરખી વસ્તી ધરાવતા જૂનાગઢ કરતાં ગાંધીનગર કોર્પોરેશનમાં રસીકરણ ઝડપી થઈ રહ્યું છે. ગાંધીનગરમાં 43641 સ્ત્રી 58300 પુરુષોએ રસી લઈ લીધી છે. જેમાં ઉંમરની વાત કરીએ તો 18થી 44 વર્ષમાં 47,711 40થી60 વચ્ચે 31,091 અને 60 વર્ષથી વધુ વયના 23,139 નાગરિકોને રસી અપાઈ ગઈ છે. જો કે, હાલના સમયમાં વેક્સિન જ એક માત્ર ઉપાય છે. ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં લોકો વેક્સિન લેવા માટે આગળ આવી રહ્યાં ન હતા. પરંતુ બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા તેમજ ઘણા લોકોએ જીવ ગુમાવ્યો જેથી હાલ લોકોમાં વેક્સિન લેવા માટેની આગળ આવી રહ્યાં છે. તેમજ હાલની રસી લેવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી રહી છે. ત્યારે હવે દરેકને રસી મળે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 206278 લોકોને રસી અપાઈ
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો મંગળવારે 1740 નાગરિકોને રસી આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તરામાં અત્યાર સુધી 206278 નાગરિકોને પ્રથમ ડોઝ અ ને 83299 નાગરિકોને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. જેમાં 45થી60 વર્ષના કો-મોર્બિડીટી ધરાવતા અને 60 વર્ષથી ઉપરની વયના કુલ 169258 લોકોને પ્રથમ ડોઝ અને 60610 નાગરિકોને બીજો ડોઝ અપાયો છે. જો કે, વધુ લોકો રસી લેવા માટે આવે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ તમામ લોકોને વેક્સિન મળી રહે તેવું આયોજન છે.

સ્ત્રી, પુરુષ પ્રમાણે કુલ રસીકરણ

કોર્પોરેશન સ્ત્રી પુરુષ અન્ય
જૂનાગઢ 30797 34138 7
ભાવનગર 71537 86153 17
ગાંધીનગર 43641 58300 13
જામનગર 69471 81054 24
રાજકોટ 191532 234658 46
વડોદરા 266689 297828 60
સુરત 388429 557021 95
અમદાવાદ 566425 702953 119

​​​​​​​વયજૂથ પ્રમાણે કુલ રસીકરણની સંખ્યા

કોર્પોરેશન 18-44 45-60 60થી ઉપર
જૂનાગઢ 11176 29431 24313
ભાવનગર 62667 52755 42108
ગાંધીનગર 47711 31091 23139
જામનગર 59521 50690 40248
રાજકોટ 186403 135874 103888
વડોદરા 221474 178864 164117
સુરત 329131 401240 214904
અમદાવાદ 457713 456605 354858

​​​​​​​

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x