ગાંધીનગરમાં 58 કોરોના પોઝિટિવ કેસ
ગાંધીનગરનાં ગ્રામ્ય તેમજ કોર્પોરેશન વિસ્તારમાં આજે 58 કોરોના કેસોની સામે 147 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે 6 દર્દીઓએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
ગાંધીનગર જિલ્લામાં આજે ગ્રામ્ય વિસ્તારોમાં 30 કોરોના કેસો સરકારી ચોપડે નોંધાયા હતા. અને 50 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. એજ રીતે કોર્પોરેશન વિસ્તારમાં 28 કોરોના કેસોની સામે 97 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર મળી કુલ 58 કોરોના દર્દીઓની સામે 147 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારે 6 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો હતો.
બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં આજે 1930 લાભાર્થીને 25 સેન્ટરો પરથી કોરોનાની રસી આપવામાં આવી હતી. ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 2 લાખ 9 હજાર 740 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 83 હજાર 624 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાં 45 થી 60 વય મર્યાદાના કો મોર્બિડીટી ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના કુલ 1 લાખ 72 હજાર 707 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 60 હજાર 871 લાભાર્થીને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
મનપા વિસ્તારના રાયસણમાં 4 કેસ સાથે કુલ 28 કેસ:
મનપા વિસ્તારના રાયસણમાં4, કુડાસણમાં 2, સરગાસણમાં 2, રાંદેસણમાં 2, રાંધેજામાં 2, પાલજમાં2, સે-2માં 3, ભાટમાં 2, ઝુંડાલમાં1, કોલવડામાં1, વાવોલમાં 1, ધોળાકુવામાં 1, સે-27માંથી 1, સે-16માં1, સે-7માં1, સે-4માં 1, સે-3માં 1 કેસ નોંધાયો છે.
દહેગામ તાલુકામાં નવા 18 લોકો પોઝિટિવ થયા :
દહેગામના અમરાજીના મુવાડામાં 10, વડવાસામાં 2, બિલામણામાં1, સાંપામાં 1, ઇસનપુર ડોડિયામાં 1, નવા થામ્બલીયામાં 1, ડુમેચામાં 1, પથુજીની મુવાડીમાં 1 કેસ નોંધાયો છે.
માણસામાં 9, ગાંધીનગરમાં 2 અને કલોલમાં 1 કેસ નોંધાયો
માણસાના ચરાડામાંથી 1, બિલોદરામાંથી 1, અનોડિયામાંથી 2, ખડાતમાંથી 1, મહુડીમાંથી 2, જામળામાંથી 1, ધોળાકુવામાંથી 1 કેસ નોંધાયો છે. ગાંધીનગર તાલુકામાંથી બે કેસમાં ટીંટોડામાંથી 1 અને અડાલજમાંથી 1 કેસ નોંધાયો છે. જ્યારે કલોલ તાલુકાના કાંઠામાંથી 1 કેસ નોંધાયો છે.
જિલ્લાના 6197 લાભાર્થીઓએ વેક્સિન લીધી
મનપા વિસ્તારમાં 18 વર્ષથી મોટી ઉંમરની 3748 વ્યક્તિઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. જ્યારે 45 વર્ષથી મોટી ઉંમરની 519 લોકોએ વેક્સિન લીધી છે. ઉપરાંત ચારેય તાલુકામાંથી 45 વર્ષથી મોટી વયના 1930 લોકોએ રસી લીધી છે.