Uncategorized

નવા નિયમો બાદ શું સરકાર તમારા Whatsapp કોલ રેકોર્ડ કરશે?

સોશિયલ મીડિયા કંપનીઓ પર નવા આઈટી નિયમોને લઇ ફેસબુક, વોટ્સએપ અને ટ્વીટર પર જાતજાતના ફેક મેસેજ વાયરલ થઇ રહ્યા છે. એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે નવા આઈટી નિયમ લાગૂ થયા પછી તમારા તમામ વોટ્સએપ કોલ રેકોર્ડ થશે અને તમારી તમામ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. આટલુ જ નહીં બીજો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ફેસબુકની માલિકી હેઠળની કંપનીએ એક નવી ટિક સિસ્ટમ લાગૂ કરી છે. બે બ્લૂ ટિક અને એક રેડ ટિકનો અર્થ છે કે સરાકર કાર્યવાહી કરી શકે છે, જ્યારે ત્રણ રેડ ટિકનો અર્થ હશે કે સરકાર કોર્ટની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તમને જણાવી દઇએ કે, આ બધા દાવા ફેક છે.

નવા આઈટી નિયમોમાં આવુ કઇ જ નથી.ત્રણ રેડ ટિકનો મેસેજ ગયા વર્ષે પણ વાયરલ થયો હતો. ત્યારે પણ આ દાવાને ફગાવી દીધો હતો. વાયરલ ફોર્વર્ડ મેસેજ મુજબ નવા નિયમ લાગૂ થયા પછી, તમામ કોલ રેકોર્ડ કરવામાં આવશે અને સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ નજર રાખવામાં આવશે. આટલુ જ નહીં તેમા કહેવામાં આવ્યું છે કે જો કોઈ યુઝર્સ સરકાર વિરુદ્ધ અથવા કોઇ ધાર્મિક મુદ્દાઓ પર નકારાત્મક મેસેજ શેર કરે છે, તો તેની ધરપકડ કરી લેવામાં આવશે. આ દાવા પણ ખોટા છે.

જાણીલો શું છે નવી આઈટી ગાઈડલાઈન્સ

નવા આઈટી નિયમો અનુસાર 26 મેથી લાગું થવાનું હતું, જેની જાહેરાત 25 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી. પરંતુ સોશિયલ મીડિયા કંપનીઓએ તેને લાગુ કરવામાં આવ્યું નથી. નવી ગાઈડલાઈન્સ અનુસાર તમામ સોશિયલ મીડિયા કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર કોઈપણ પોસ્ટ મામલે ફરીયાદ મળવા પર તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની રહેશે. આ અંતર્ગત કંપનીઓએ ત્રણ અધિકારીઓ (મુખ્ય પાલન અધિકારી, નોડલ સંપર્ક વ્યક્તિ અને નિવાસી સ્નાતક અધિકારી)ની નિમણૂંક કરવાની રહેશે. આ અધિકાર ભારતમાં રહેવાવાળા લોકો પાસે રહેશે.તેમનો કોન્ટેક્ટ નંબર સોશિયલ મીડિયા વેબસાઈટ અને એપ પર અનિવાર્ય રહેશે. જેથી કરીને લોકો ફરીયાદ દાખલ કરી શકે. એટલુંજ નહી, આ અધિકારીઓ માટે ફરીયાદનું અપટેડ આપવામાં માટે 15 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સાથે સાથે આ સમગ્ર સિસ્ટમ પર નજર રાખવા માટે સ્ટાફ નિયુક્તી પણ કરવાની કીધું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x