કોરોનાથી 12 ગણા વધુ મોત
સ્વાસ્થ્ય મંત્રાલય અને નીતિ આયોગે ગુરૂવારે દેશમાં કોરોનાની બીજી લહેરની સ્થિતિના આંકડાઓ જણાવ્યા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સરકારે ન્યયૂરોક્ટ ટાઈમ્સના તે રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો જેમાં ભારતમાં કોરોનાથી 40 લાખ મોતની આશંકા જાહેર કરવામાંઆવી હતી.
નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું કે આ એનાલિસિસ જ ખોટી રીતે કરવામાં આવ્યું. આ તે દુષિત વિચારોવાળાની દેન છે, જેઓએ ફોન પર જાણકારી ભેગી કરીને આ રિપોર્ટ તૈયાર કરી લીધો. તો સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પણ કહ્યું કે ન્યૂયોર્ક ટાઈમ્સનો રિપોર્ટ નિરાધાર છે.
NYTના રિપોર્ટ પર સરકારનો જવાબ
ડૉ. વીકે પોલે ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પર કહ્યું- કુલ ઈન્ફેક્શનમાં મોતની ટકાવારી કયા આધારે નક્કી કરવામા ંઆવી? અને તેમાં પણ 5 લોકોને ફોન પર પૂછીને રિપોર્ટ તૈયાર કરાયો. કોઈ પણ આધાર વગર મોતની સંખ્યા 12 ગણી સુધી વધારી દેવામાં આવી. આ વાત જો ન્યૂયોર્કના સંબંધે લાગુ કરવામાં આવે તો ?
મેમાં તેઓએ મોતને 16 હજાર ગણાવ્યા અને ખુશ થઈ રહ્યાં છે કે તેમનો મોર્ટિલિટી રેટ 0.97% છે. જો અમે તે ત્રણ ગણા કરીએ તો 50 હજાર મોત, 6 ગણા કરીએ તો 90 હજાર ્ને જો 12 ગણા કરીએ તો 1.75 લાખ મોત થાય છે.
પણ, ત્યાં તેેઓ પોતાની ફોર્મૂલા લાગુ નહીં કરે, તેઓ ત્યાં પોતાના મોતના આંકડા 16 હજાર જ બતાવશે. આ લોકોએ ઈન્ફેક્શન માટે જે ડેટાનો ઉપયોગ કર્યો તે ડિસેમ્બર-જાન્યુઆરીના સીરો સર્વેના ડેટા છે, જે આજે એપ્લાઈ થી થતા.
મોત કયા આધારે નક્કી કરાઈ તે ખબર નથી. અમારી પાસે મોતના ટ્રેક કરવા માટેની મજબૂત સિસ્ટમ છે. એક પ્રતિષ્ટિત અખબારમાં આ પ્રકારનો રિપોર્ટ પબ્લિશ થવો જોઈએ નહીં. આ યોગ્ય નથી અને અમે તેનો સ્વીકાર પણ નથી કરતા.
ભારતમાં કોરોનાની અત્યાર સુધીની ઈમ્પેક્ટ
ભારતમાં અત્યાર સુધી સત્તાવાર રીતે 2.69 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જ્યારે 3.07 લાખ લોકોના સંક્રમણના કારણે મોત થયા છે. દેશમાં હાલ 24 લાખ 15 હજાર 761 મરીઝની સારવાર ચાલી રહી છે. છેલ્લાં 24 કલાકમાં 2 લાખ 11 હજાર 275 નવા કોરોના સંક્રમિત મળ્યા છે. જેમાં વધુ એટલે કે 2 લાખ 82 હજાર 924 દર્દી સ્વસ્થ થયા છે. તો 3,841નાં મોત નિપજ્યા છે.
ધ ન્યૂયોર્ક ટાઈમ્સે ભારતમાં મોતના યોગ્ય આંકડાનું અનુમાન લગાવવા માટે એક ડઝનથી વધુ એક્સપર્ટની મદદ લીધી. આ એક્સપર્ટે ભારતમાં મહામારીને ત્રણ સ્થિતિઓમાં વેંચી- સામાન્ય સ્થિતિ, ખરાબ સ્થિતિ અને ઘણી જ ખરાબ સ્થિતિ.
ઘણી જ ખરાબ સ્થિતિવાળા રિપોર્ટમાં સંક્રમણના વાસ્તવિક આંકડાથી 26 ગણા વધુ સંક્રમણનું અનુમાન લગાડવામાં આવ્યું છે. સંક્રમણથી મૃત્યુ દરનું અનુમાન પણ 0.60% રાખવામાં આવ્યું. આ શક્યતા કોરોનાની બીજી લહેર અને દેશની ડગમગી ગયેલી સ્વાસ્થ્ય વ્યવસ્થાને જોતા લગાડવામાં આવી છે. આ સ્થિતિમાં 70 કરોડ લોકો સંક્રમિત થતા અને 42 લાખ લોકોના મોતનું અનુમાન લગાડવામાં આવ્યું છે.