વોટર આઈડી બનાવવા માટે હવે Facebook કરશે તમારી મદદ!
June 29, 2017
1. ફેસબુકની મદદથી બનાવો વોટર આઈડી
ચૂંટણી કમિશન નવા મતદાતાઓનાં રજીસ્ટ્રેશન માટે એક વિશેષ અભિયાન શરુ કરશે. તેના માટે Facebook નાં સહયોગથી ૧ જુલાઈથી ‘વોટર રજીસ્ટ્રેશન રિમાન્ડર’ શરુ કરવામાં આવશે. એક આધિકારિક જાહેરાત અનુસાર, ૧ જુલાઈએ Facebook પર મતદાન કરવાને યોગ્ય લોકોને વોટર રજીસ્ટ્રેશન રીમાન્ડરની એક નોટિફિકેશન મોકલવામાં આવશે.
આ રિમાઇન્ડર ૧૩ ભારતીય ભાષાઓ – અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાળી, ઉર્દુ, અસમી, મરાઠી અને ઉડિયામાં હશે. લોકોને ‘રજીસ્ટ્રર નાઉ બટન’ પર ક્લિક કર્યા બાદ રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ તરફ નિર્દેશિત કરવામાં આવશે, જ્યાં તેને રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે નિર્દેશ આપવામાં આવશે