દેશમાં DGCA એ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર 30 જૂન સુધી પ્રતિબંધ લંબાવ્યો
દેશ-વિદેશમાં કોરોનાની સ્થિતિને જોતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 30 જૂન સુધી પ્રતિબંધ રહેશે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)ની તાજેતરની નોટિફિકેશન અનુસાર, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર હવે 30 જૂન 2021 સુધી પ્રતિબંધ રહેશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ અને DGCAની તરફથી મંજૂરી આપવામાં આવેલી ફ્લાઇટ્સ પર આ પ્રતિબંધ લાગુ નહીં રહે. એટલે કે કાર્ગો અને અન્ય મંજૂરીવાળી ફ્લાઇટ્સ પહેલાની જેમ ચાલુ રહેશે.
લોકડાઉન બાદ ડોમેસ્ટિક ઓપરેશન 25મેથી ખુલ્યા
કોરોના શરૂ થયા બાદ શિડ્યુલ્ડ ડોમેસ્ટિક ઓપરેશન 25 માર્ચ 2020થી બંધ કરી દેવામાં આવ્યું હતું. 25મેથી તેને કેટલીક શરતોની સાથે ધીમેથી ખોલવાનું શરૂ કર્યું. હવાઈ ભાડા પર ન્યૂનતમ અને મહત્તમ મર્યાદા લાદવામાં આવી હતી, જેથી એરલાઇન્સ વધુ ચાર્જ ન લે અને હવાઈ મુસાફરી ફક્ત જરૂરી કામ માટે કરવામાં આવે.