રાષ્ટ્રીય

કોરોનાથી અનાથ થયેલા બાળકો માટે મોદી સરકાર આપશે મફત શિક્ષણ, માસિક ભથ્થું અને 10 લાખ રૂપિયા

મોદી સરકારે Corona વાયરસ રોગચાળાને કારણે અનાથ થયેલા બાળકો માટે મોટી જાહેરાત કરી છે. પીએમઓએ કહ્યું છે કે PM Modi એ જાહેરાત કરી છે કે કોરોના રોગચાળામાં માતા-પિતાને ગુમાવેલા બાળકોને ‘પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન’ યોજના હેઠળ મદદ કરવામાં આવશે. તેમજ સરકાર દ્વારા અનાથ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે.

પીએમઓએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે અનાથ બાળકોને જ્યારે તેઓ 18 વર્ષના થશે ત્યારે માસિક ભથ્થું આપવામાં આવશે અને જ્યારે તેઓ 23 વર્ષના થશે ત્યારે પીએમ કેયર્સ ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમના માટે મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે.

પીએમઓએ જણાવ્યું હતું કે, કોરોનાને લીધે માતાપિતા ગુમાવનારા બાળકોને 18 વર્ષના થાય ત્યાં સુધી પાંચ લાખનો મફત આરોગ્ય વીમો પણ મળશે. આ સાથે આવા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન મેળવવા માટે મદદ કરવામાં આવશે અને પીએમ કેયર્સ ફંડ દ્વારા વ્યાજ વહન કરવામાં આવશે.

PM Modi એ કહ્યું કે બાળકો ભારતનું ભવિષ્ય છે અને અમે તેમની સુરક્ષા અને સહાય માટે તમામ મદદ કરીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક સમાજ તરીકે આપણી ફરજ છે કે આપણે બાળકોની સંભાળ રાખીએ અને ઉજ્જવળ ભવિષ્યની આશા રાખીએ.

સુપ્રીમ કોર્ટે રાજ્યોને સૂચના આપી

કોરોનાની બીજી લહેરમાં ભારત માટે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ છે જેમાં કોરોનાના દરરોજ લાખો કેસ સામે આવ્યા છે.તેમજ અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાથી અસરગ્રસ્ત બાળકોમાં માતાપિતા ગુમાવનારા બાળકોનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કોરોના સમયગાળામાં અનાથ બાળકો વિશે રાજ્યોને એક નિર્દેશ પણ જારી કર્યો હતો. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે રાજ્ય સરકારોએ કોરોનામાં અનાથ બાળકોની જરૂરિયાતોનું ધ્યાન રાખવું જોઈએ. કોર્ટે રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે દેશભરમાં લોકડાઉનમાં જે બાળકોએ તેમના માતાપિતા અથવા કુટુંબના કમાતા સભ્યને ગુમાવ્યાં છે તેમની ઓળખ કરવી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x