ગુજરાત

સુરત ફાયર વિભાગ એલર્ટ, ફાયર સેફટી નહી રાખનાર 18 હોસ્પિટલોને સિલ કરી

સુરત :

કોરોનાની (Corona) મહામારી વચ્ચે હોસ્પિટલોમાં (Hospital) લાગતી આગ દુર્ઘટનના બનાવો દુઃખદ હોય છે. જે હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોય તે જ હોસ્પિટલમાં દર્દીઓને ફાયર સેફટીના અભાવે જીવને જોખમ ઉભું થાય તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. મહાનગરોમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામાન્ય બનતી ચાલી છે. તેવામાં સુરત ફાયર વિભાગ (Fire Department) દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની અલગ અલગ ટીમોએ શહેરના તમામ ઝોનોમાં રહેલી હોસ્પિટલમાં સર્વે હાથ ધર્યો હતો. જેમાં જે હોસ્પિટલો ફાયર સેફટીના સાધનો નહી ધરાવતી હોય અથવા આગ અકસ્માતના સમયે દર્દીઓના જીવ બચાવવા યોગ્ય વ્યવસ્થા ન રાખતી હોય તેવી હોસ્પિટલોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. આજે ચેકીંગ દરમ્યાન ફરી એકવાર આવી હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર સેફટીના સાધનોના ઉભા કરનારી 18 હોસ્પિટલોને સિલ કરવામાં આવી હતી. આ સાથે જ રાંદેરના શ્રીનાથ કોમ્પ્લેક્ષની 78 દુકાનો અને કતારગામના માનસરોવર કોમ્પ્લેક્ષની 22 દુકાનો પણ ફાયર સેફટીના અભાવે સિલ કરવામાં આવી હતી.

ખાસ કરીને હોસ્પિટલોમાં આગ અકસ્માતની ઘટના ના બને તે માટે સુરત ફાયર વિભાગ એલર્ટ છે. ચેકીંગ ઉપરાંત હોસ્પિટલના સ્ટાફને આગ લાગે તો કઈ રીતે સતર્કતા બતાવીને તેને કાબુમાં કરવી તે માટે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત અત્યારસુધી સુરત ફાયરે 35 થી વધુ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજીને હોસ્પિટલના સ્ટાફને તૈયાર પણ કર્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x