કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ માસિક સહાય અપાશે : CM રૂપાણી
ગાંધીનગર :
કોરોના મહામારીમાં અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે માસિક ભથ્થા સહીતની સહાયની જાહેરાત કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) એ પણ રાજ્યમાં આવા બાળકો માટે સહાયની જાહેરાત કરતા મુખ્યમંત્રી બાળ સેવા યોજના (Mukhyamantri Bal Seva Yojana) ની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી બાળ સેવા યોજના
Mukhyamantri Bal Seva Yojana ની જાહેરાત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) એ કહ્યું કે આ યોજના હેઠળ કોરોના મહામારીમાં માતા પિતા ગુમાવી ચુકેલા એટલે કે અનાથ થયેલા બાળકો માટે રાજ્ય સરકાર માસિક ભથ્થા સહીતની સહાય આપશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે કેન્દ્ર સરકારની જેમ જ રાજ્ય સરકારે પણ અવ બાળકો પ્રત્યે સંવેદના દાખવતા આ યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના 30 મે થી જ લાગુ કરવામાં આવશે એમ મુખ્યપ્રધાને જણાવ્યું છે.
અનાથ બાળકોને મળશે આ લાભો
Mukhyamantri Bal Seva Yojana અંતર્ગત કોરોનાને કારણે માતાપિતા ગુમાવી ચુકેલા બાળકોને રાજ્ય સરકાર વતી મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) દ્વારા આ પ્રમાણે સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે –
1) આવા બાળકોને 18 વર્ષ સુધી માસિક રૂ.4000 ની સહાય આપવામાં આવશે, તેમજ 18 થી 24 વર્ષ સુધી રૂ.6000 ની સહાય આપવામાં આવશે.
2) વિદેશ અભ્યાસ માટે અગ્રતા આપવામાં આવશે, આવકમર્યાદા રાખવામાં આવશે નહિ તેમજ વિદેશ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના (MYSY) અંતર્ગત 50 ટકા ફીણ સહાય આપવામાં આવશે.
3) નિરાધાર થયેલી કન્યાઓ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળામાં પ્રવેશમાં અગ્રતા તેમજ છાત્રાલયનો ખર્ચ સરકાર આપશે. રાજ્ય સરકારની “કુંવરબાઈનું મામેરું” યોજનામાં આવી કન્યાઓને અગ્રતા આપવામાં આવશે.
4) આવા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ યોજના તેમજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત મફત રાશન આપવામાં આવશે.
5) આવા 14 વર્ષથી ઉપરના બાળકો માટે વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકો માટે સ્કીલ ડેવલોપમેન્ટની તાલીમ આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર તરફથી અનાથ બાળકોને મળશે આ લાભો
કોરોનાને કારણે અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી સહાય મૂજબ આવા બાળકો 18 વર્ષના થશે ત્યારે માસિક ભથ્થું આપવામાં આવશે અને જ્યારે તેઓ 23 વર્ષના થશે ત્યારે પીએમ કેયર્સ ફંડ (PM CARES) માંથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમના માટે મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે.
આવા બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી પાંચ લાખનો મફત આરોગ્ય વીમો પણ મળશે. આ સાથે આવા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન મેળવવા માટે મદદ કરવામાં આવશે અને પીએમ કેયર્સ ફંડ દ્વારા વ્યાજ વહન કરવામાં આવશે.