આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

નોટબંધીની જેમ GST ને પણ તૈયારી વિના તૈયારી લાગુ કરવામાં આવી રહ્યો છે: Rahul Gandhi

June 30, 2017

GST is being implemented without preparation even as the Note Ban : Rahul Gandhi

નવી દિલ્હી: GST આજે મધરાતથી સમગ્ર દેશમાં અમલી બનવવામાં આવી રહ્યો છે. તેના માટે સંસદ ભવનમાં મોટાપાયા ઉપર તૈયાર કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના ઉપાધ્યક્ષ Rahul Gandhi એ કહ્યું છે કે જીએસટીમાં ખૂબ જ સંભાવના છે પરંતુ પોતના પ્રચાર માટે તેણે અડધા પડધા સ્વરૂપમાં ઉતાવળથી લાગુ કરવામાં આવી રહ્યો છે.

નોટબંધીની જેમ જ જીએસટીનો એક અક્ષમ અને અસંવેદનશીલ સરકાર દ્વારા સંસ્થાગત તૈયારી વિના લાગુ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં એવા જીએસટીને લાવવાની જરૂરિયાત છે કે જે કરોડો નાગરિકો, નાના વેપારીઓ અને કારોબારીઓને આટલી બધી ચિંતામાં ના નાખે.

આ અગાઉ પૂર્વ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસને ઐતિહાસિક માલ એવમ સેવા કર (જીએસટી) થી જોડાયેલા કાર્યક્રમમાં શામેલ થવા માટેની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, આ ગરિમામય કાર્યક્રમની આભને ‘સામાન્ય કારણ’થી બગાડવો જોઈએ નહી.

સૂચના પ્રસારણ, શહેરી વિકાસ અને આવાસ તેમજ શહેરી ગરીબી ઉન્મૂલન મંત્રી વેંકૈયા નાયડુએ દાવો કર્યો છે કે કોંગ્રેસ આ વાતનો સ્વીકાર નથી કરી શકતી કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની ગયા છે અને આ માટે તેઓ સંસદના કેન્દ્રીય કક્ષમાં આયોજિત કાર્યક્રમનો વિરોધ કરી રહી છે. જો કે તેમણે કોંગ્રેસને સમારોહના બહિષ્કારના નિર્ણય ઉપર પુનર્વિચાર કરવાનો અનુરોધ કર્યો છે.

એક ચેનલને વેંકૈયા નાયડુએ કહ્યું કે, કોંગ્રેસ તેનો વિરોધ માત્ર એટલા માટે કરી રહી છે, કારણ કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ મંત્ર રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મને સફળ થતા જોવા નથી ચાહતી, કારણ કે, આ તેમની રાજનીતિ છે.

નાયડુના જણાવ્યા મુજબ જયારે વિપક્ષ સહિત દેશના તમામ રાજકિય દળો જીએસટીના મુદ્દા ઉપર એકમત છે, આ સંજોગોમાં તેમના વિરોધો ફક્ત આ દેખાડે છે કે તેઓ વડાપ્રધાનની સાથે ઉભા રહેવામાં હિચકિચાટ અનુભવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશના સૌથી મોટા કર સુધાર, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી અથવા વસ્તુ એવમ સેવા કર, શુક્રવારની મધરાત (એટલે કે શનિવાર, ૧ જુલાઈ, ૨૦૧૭)ના સંસદના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખરજીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવશે. આઝાદી પછી આ ચોથો અવસર હશે, જયારે સેન્ટ્રલ હોલમાં અડધી રાતે કોઈ સમારોહ આયોજિત થશે.

અગાઉના ત્રણ કાર્યક્રમ દેશની આઝાદી સાથે જોડાયેલા છે, અને આ પણ એક કારણ છે કે કોંગ્રેસે શુક્રવારે રાતના કાર્યક્રમના બહિષ્કારની જાહેરાત કરી છે. કેટલાક અન્ય વિપક્ષી દળો પણ આ કાર્યક્રમથી દૂર રહેનાર છે. માનવામાં આવી રહ્યું છે કે કેટલાય અપ્રત્યક્ષ કરોના બદલામાં લાવવામાં આવી રહેલા જીએસટીથી ૨૦ ખરબ અમેરિકન ડોલરની આપણી અર્થ વ્યવસ્થા સમગ્ર રીતે બદલાઈ જશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x