ગાંધીનગરગુજરાત

ગુજરાતની જનતાને ઓનલાઇન ફ્રોડથી બચાવવા ગાંધીનગરમાં CID ક્રાઇમ સાયબર સેલ કાર્યરત કરાયું

આજના ડિજિટલયુગમાં એક ક્લિક પર હજારો કિ.મી દૂર બેઠા બેઠા તમામ કામ સરળતાથી થઈ જાય છે, પરંતુ એની સાથે જ ઓનલાઈન ફ્રોડ થવાની ઘટનાઓ પણ સતત વધવા લાગી છે. ગુજરાતમાં પણ અનેક લોકો ઓનલાઈન ફ્રોડના ભોગ બન્યા છે. આનાથી બચવા માટે ગાંધીનગર ખાતે સીઆઈડી ક્રાઈમ સાયબર સેલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 5 મહિનામાં 17 હજારથી વધુ ઓનલાઈન ફ્રોડને લગતા ફોલ આવ્યા છે અને 15 વ્યક્તિને 17 લાખથી વધુ રકમ પરત મળી છે.

ગાંધીનગરમાં 5 મહિના પહેલાં સાયબર સેલ દ્વારા એક હેલ્પલાઈન નંબર 155260 જાહેર કરવામાં આવ્યો હતો, જેના પર કોલ કરી લોકો પોતાની સાથે થયેલા ફ્રોડની ફરિયાદ નોંધાવી શકે છે. આ હેલ્પલાઈન પર અત્યાર સુધીમાં 17 હજારથી વધુ કોલ આવ્યા છે, જેમાથી અંદાજે 15 વ્યક્તિને પોતાની સાથે થયેલા ઓનલાઈન ફ્રોડની 17 લાખ 76 હજાર સાયબર સેલની મદદથી પરત મળ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સાયબર ક્રાઈમનો ભોગ બનનારની મદદ મળી રહે એ હેતુથી અલગ-અલગ રાજ્યોમાં આ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.

સરકારી નોકરીની લાલચ આપી લૂંટે છે ભેજાબાજો અનેક ભેજાબાજો સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટ બનાવી લોકોને વધુ રૂપિયા અથવા અન્ય કોઈ વસ્તુઓની લાલચ આપી પોતાનો શિકાર બનાવે છે, સાથે જ કેટલીક ફેક સરકારી વેબસાઈટ દ્વારા પર સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે. આ તમામ પ્રકારની ફેક વેબસાઇટ પર સીઆઈડીની ક્રાઈમ સાયબર સેલની ટીમ વોચ રાખે છે, સાથે જ ઓનલાઈન ફ્રોડના ભોગ બનનારને પોતાની રકમ પરત અપાવવામાં મદદરૂપ બને છે. ગાંધીનગરમાં છેલ્લા 5 મહિનાથી આ સાયબર સેલ 24 કલાક કાર્યરત હોય છે, જેમા કુલ 17400ની આસપાસ કોલ્સ આવ્યા અને એમાંથી 9600ની આસપાસ કોલ્સ માત્ર ઓનલાઈન ફ્રોડનો ભોગ બનનારના હતા.

સાયબર સેલની કામગીરીને પગલે અનેક લોકોને પોતાના પૈસા પરત મળ્યા છે. જે વ્યક્તિ સાથે ઓનલાઈન ફ્રોડ થાય છે અને તેના પૈસા અન્ય જે પણ બેન્કમાં જમા થાય છે એ બેન્ક અકાઉન્ટને સાયબર સેલ દ્વારા બ્લોક કરી દેવામાં આવે છે, જેથી ફ્રોડ કરનારી વ્યક્તિ એ પૈસાનો ઉપયોગ ન કરી શકે. સાયબર સેલે અત્યારસુધીમાં 70 લાખથી વધુની રકમ દેશની અલગ-અલગ બેન્કોમાં બ્લોક કરી દીધી છે.

ફેસબુક-OLX પર ફેક આઇડીઓથી સાવધાન
સોશિયલ મીડિયા પર અનેક એવી ફેક વેબસાઈટોને સાયબર સેલ દ્વારા હટાવી દેવામાં આવી છે, જેમાં સરકારી તેમજ અન્ય અલગ-અલગ નામે વેબસાઈટ્સ સામેલ છે. બેજાબાજો ફેસબુક તેમજ OLX જેવી જાણીતી વેબસાઈટ પર પોતાના ફેક અકાઉન્ટ બનાવીને લોકોને લૂંટતા હોય છે, જેની જાણ સાયબર સેલને થતાં ફેસબુક પરથી 100ની આસપાસ તેમજ OLX પર 800ની આસપાસ ફેક અકાઉન્ટને ડિલિટ કરી દેવામાં આવ્યાં છે.

કસ્ટમર કેરના નામે પણ ફ્રોડ થઈ રહ્યો છે
* આજકાલ દરેક પ્રોડક્ટ અને સર્વિસ માટે કસ્ટમર સપોર્ટ અવેલેબલ છે, તેથી કોઈપણ સમસ્યા થવા પર યુઝર્સ તરત જ કસ્ટમર કેર નંબર શોધવા લાગે છે. સાયબર ક્રાઈમ કરનારાઓએ પહેલેથી જ ઈન્ટરનેટ પર કસ્ટમર સપોર્ટના નામે પોતાનો નંબર સબમિટ કર્યો હોય છે. યુઝર્સ એને જ કસ્ટમર કેર સપોર્ટ સમજીને કોલ કરે છે.

* ત્યાર બાદ ફેક કસ્ટમર કેર એક્ઝક્યુટિવ તરીકે ગુનેગાર યુઝર્સની પર્સનલ ડિટેલ લઈ ફ્રોડ કરે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન, જેમ કે ગૂગલ પે, ફોન પેના સૌથી વધારે ફેક કસ્ટમર કેર નંબર ઈન્ટરનેટ પર રજિસ્ટર થયા છે. એના માધ્યમથી ગ્રાહકો પોતે જ સાયબર ગુનેગારો સુધી પહોંચી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x