આરોગ્યરાષ્ટ્રીય

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકને AIIMSમાં કરાયા દાખલ.

દેશમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા તારીખની જાહેરાત પહેલા જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. પોસ્ટ કોવિડના કારણે તેમની તબીયાત અચાનક જ નાદુરસ્ત થઇ હતી. ત્યાર બાદ તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 21 એપ્રિલના રોજ તેમને કોરોના સંક્રમણ લાગ્યું હતું. ત્યાર બાદ 5-6 મેના રોજ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. AIIMSના અધિકારીઓએ આ જાણકારી આપી હતી.

ગઇકાલે 1.26 લાખ નવા કેસ આવ્યા
દેશમાં કોરોનાની ગતિ ઝડપથી ધીમી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં એક લાખ 26 હજાર 649 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન 2 લાખ 54 હજાર 879 લોકો સાજા થયા હતા. નવા કેસની સંખ્યા છેલ્લા 55 દિવસમાં સૌથી ઓછી છે. આ અગાઉ 7 એપ્રિલે 1 લાખ 26 હજાર 276 લોકોની કોરોનાની પુષ્ટિ કરવામાં આવી હતી.

આ દરમિયાન મોતનો આંકમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. લગભગ 35 દિવસ પછી દૈનિક મૃત્યુની સંખ્યા સોમવારે ઘટીને 3,000ની નીચે ગઈ. આ દરમિયાન 2,781 લોકોનાં મોત થયાં. આ અગાઉ 26 એપ્રિલના રોજ2,762 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા એક દિવસમાં 1 લાખ 31 હજાર 31 ઘટી ગઈ છે. હવે 18 લાખ 90 હજાર 975 દર્દી સારવાર હેઠળ છે. છેલ્લા 22 દિવસમાં તેમાં 18 લાખ 50 હજાર 327નો ઘટાડો થયો છે. 9મી મેએ બીજી લહેરની પીક આવી હતી. ત્યારે 37 લાખ 41 હજાર 302 એક્ટિવ કેસ નોંધાયા હતા.

દેશમાં કોરોના મહામારીના આંકડા

  • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 1.26 લાખ
  • છેલ્લા ચોવીસ કલાકમાં કુલ રિકવર થયા: 2.54 લાખ
  • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 2,781
  • અત્યારસુધીમાં કુલ કેસ: 2.81 કરોડ
  • અત્યારસુધી સાજા થયા: 2.59 કરોડ
  • અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 3.31 લાખ
  • હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 18.90 લાખ

અપડેટ્સ

  • કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકને પોસ્ટ કોવિડની તકલીફ બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા જ તેઓ કોરોના સંક્રમણમાંથી બહાર આવ્યા હતા. AIIMSના અધિકારીઓએ આ જાણકારી આપી હતી.
  • સરકાર અને પ્રશાસન ટૂંક સમયમાં બે અલગ અલગ વેક્સિનના ડોઝ પર ટ્રાયલ શરૂ કરશે. આગામી થોડાં અઠવાડિયાંમાં આ અંગે નિર્ણય લઈ શકાય છે. એમાં કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક સહિત 8 વેક્સિન સામેલ કરવામાં આવી શકે છે.
  • રાષ્ટ્રીય તકનીકી સલાહકાર ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI) હેઠળ કાર્યરત કોવિડ-19 વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડો. એન.કે. આરોડે કહ્યું હતું કે બે અલગ-અલગ વેક્સિનની ટ્રાયલથી જાણી શકાશે કે શું આનાથી ઇમ્યુન સિસ્ટમને વધુ બૂસ્ટ કરી શકાય છે કે નહીં.

મુખ્ય શહેરોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
અહીં સોમવારે 15,077 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 33,000 લોકો સાજા થયા અને 500 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અત્યારસુધીમાં રાજ્યમાં 57.46 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 53.95 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 95,344 લોકોનાં મોત થયાં છે. 2.53 લાખ દર્દી સારવાર હેઠળ છે.

2. ઉત્તરપ્રદેશ
અહીં સોમવારે 1,472 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 5,491 લોકો સાજા થયા અને 151 લોકોનાં મોત થયાં હતાં. અત્યારસુધીમાં રાજ્યમાં 16.91 લાખ લોકોને સંકમણ લાગ્યું છે. તેમાં 16.33 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 20,497 દર્દીનાં મોત થયાં છે. અહીં 37,044 દર્દી સારવાર લઈ રહ્યા છે.

3. દિલ્હી
સોમવારે દિલ્હીમાં 648 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 1,622 લોકો સાજા થયા અને 86 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 14.26 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 13.90 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 24,237 દર્દીનાં મોત થયાં છે. અહીં 11,040 દર્દી સારવાર હેઠળ છે.

4. છત્તીસગઢ
રાજ્યમાં રવિવારે 1655 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા. 4521 લોકો સાજા થયા અને 37 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 9.69 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાં 9.11 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 12,979 લોકોનાં મોત થયાં છે. હાલમાં 39,261 લોકો સારવાર લઈ રહ્યા છે.

5. રાજસ્થાન
સોમવારે, 1,498 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 8,000 લોકો સાજા થયા અને 68 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 9.39 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે, જેમાંથી 8.88 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,385 દર્દી મૃત્યુ પામ્યા છે. હાલ 42,654 દર્દી સારવાર લઈ રહ્યા છે.

6. ગુજરાત
​​​​​​​સોમવારે રાજ્યમાં 1,681 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 4,721 લોકો સાજા થયા અને 18 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 8.09 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 7.66 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 9,833 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 32,345 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

7. મધ્યપ્રદેશ
સોમવારે રાજ્યમાં 1,205 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 5,023 લોકો સાજા થયા અને 48 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.80 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 7.48 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,067 લોકોનાં મોત નીપજ્યાં છે. અહીં 23,390 દર્દી સારવાર લઈ રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x