કોરોના સંકટ હજુ ટળ્યું નથી ત્યાં તો ચીનથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે
સંકટ હજુ ટળ્યું નથી ત્યાં તો ચીનથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ચીનમાં પહેલીવાર માણસોમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે. નેશનલ હેલ્થ કમિશન (NHC) એ 41 વર્ષના વ્યક્તિમાં બર્ડ ફ્લૂનો H10N3 સ્ટ્રેન મળી આવ્યો હોવાની પુષ્ટિ કરી છે. આ વ્યક્તિ ચીનના જિયાંગસૂ (Jiangsu Province) પ્રાંતનો રહીશ છે. NHC એ જણાવ્યું કે તાવ અને અન્ય લક્ષણો બાદ આ વ્યક્તિને 28 એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેના એક મહિના બાદ એટલે કે 28 મી મેના રોજ તેનામાં H10N3 સ્ટ્રેન મળી આવ્યો.
મરઘીઓમાંથી માણસોમાં પહોંચ્યો
નેશનલ હેલ્થ કમિશને પીડિત વ્યક્તિ અંગે વધુ જાણકારી આપવાની ના પાડી છે. પરંતુ એટલું જરૂર કહ્યું કે આ સંક્રમણ મરઘીઓમાંથી માણસમાં પહોંચ્યું. જો કે NHC નું કહેવું છે કે H10N3 સ્ટ્રેન વધુ શક્તિશાળી નથી અને તે મોટા પાયે ફેલાય તેવું જોખમ પણ ઓછું છે. પીડિત વ્યક્તિની સ્થિતિ હાલ સ્થિર છે અને જલદી તેને હોસ્પિટલમાંથી રજા મળી જશે.