દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને SBIનો ચોંકાવનારો દાવો
દેશની સૌથી મોટી બેંક SBIએ જાહેર કરેલા Ecowrap રિપોર્ટમાં કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર આવવાનું અનુમાન છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આ ત્રીજી લહેર બીજી લહેર કરતા પણ ખતરનાક રહેશે. SBIનું કહેવું છે કે ત્રીજી લહેરમાં કેઝ્યુલિટીને ન્યુનતમ કરી શકાશે. આ માટે ગંભીર રીતે બીમાર થનારા લોકોની સારવારમાં પ્રાથમિકતા, સ્વાસ્થ્ય સેવાઓ અને વેક્સીનેશનમાં ઝડપ લાવવાની જરૂર છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ત્રીજી લહેરના સમયે મોતની સંખ્યા ઘટાડવા માટે સ્વાસ્થ્ય સેવાઓને સારી બનાવવાની રહેશે અને ગંભીર રીતે બીમાર લોકોની સંખ્યાને 20 ટકાથી 5 ટકા પર લાવવામાં આવશે. તેનાથી મોતની સંખ્યા ઘટીને 40000 સુધી આવશે. અત્યારની લહેરમાં 1.5 લાખથી વધારે છે.
કેટલા દિવસ સુધી રહેશે કોરોનાની ત્રીજી લહેર
SBIના રિપોર્ટ અનુસાર અલગ અલગ દેશોમાં ત્રીજી લહેરનો સમય અલગ અલગ હોઈ શકે છે, તેમ છતાં વિકસિત દેશમાં તે 98 દિવસ રહેશે. જ્યારે બીજી લહેર 108 દિવસ. ભારતમાં ભારે તબાહી મચાવી શકે તેવી આશંકા છે.
SBIના રિપોર્ટના આધારે આ લહેરમાં બાળકોના સંક્રમિત થવાની શક્યતા વધારે છે. એમાં ખાસ કરીને તેમના માટે વેક્સીનેશનમાં ઝડપ લાવવાની જરૂર છે. દેશમાં 12-18 વર્ષના 1.5 કરોડથી 1.7 કરોડ બાળકો છે. આ બાળકોને કોરોનાના ખતરાથી બચાવવા માટે ભારતે વિકસિત દેશોની જેમ વેક્સીનની એડવાન્સ ખરીદીની રણનીતિ અપનાવવી જરૂરી છે.
ત્રીજી લહેરની આશંકાને જોતા SBIએ 2021-22ને માટે દેશની આર્થિક વૃદ્ધિદરનું અનુમાન પણ ઘટાડીને 7.9 ટકા કર્યું છે. પહેલા આ અનુમાન 10.4 ટકાનું રખાયું હતું.