મનોરંજન

સુશાંત સિંહ રાજપૂતે 1 વર્ષ પહેલા કરી હતી આ પોસ્ટ, વાયુવેગે થઇ વાયરલ

સુશાંત સિંહ રાજપૂત બોલિવૂડના ઉભરતા સ્ટાર હતા, જેમણે ટૂંક સમયમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી. જોકે આ ચમકતા સ્ટાર્સે ખૂબ જ ઝડપથી વિશ્વને અલવિદા કહી દીધું હતું. 14 જૂને સુશાંત સિંહ રાજપૂતને દુનિયા છોડવા પર એક વર્ષ પૂર્ણ થશે. સુશાંત તેમના કામમાં હોંશિયાર હતો કે તે તેના નમ્ર સ્વભાવ અને શરમાળ અંદાજ માટે જાણીતો હતો.

સુશાંત સિંહ રાજપૂત તેની માતાને ખૂબ જ પ્રેમ કરતો હતો. નાની ઉંમરે માતા ગુમાવ્યા બાદ તે તેની માતાને યાદ કરતો હતો તેણે આ અંગે ઘણી વાર પોતાના ઇન્ટરવ્યુ અને શોમાં વાત કરી હતી. આટલું જ નહીં સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ તેની માતાની તસવીર હતી. 3 જૂન, 2020 ના રોજ સુશાંતે તેની માતાની યાદમાં ઇમોશનલ પોસ્ટ લખી હતી.

માતાના ફોટા સાથે તેની તસવીરનો કોલાજ શેર કરતા સુશાંત સિંહ રાજપૂતે લખ્યું કે, ‘આંખોના આંસુઓથી ઝાંખુ અતીત વરાળ બનીને ઉડી રહ્યું છે. ક્યારેય સમાપ્ત ન થતાં સપના મારા ચહેરા પર સ્મિત ફેલાવી રહ્યાં છે. અને ક્ષણભંગુર જીવન આ બન્ને વચ્ચે વાતચીત કરી રહ્યી છે. #माँ ❤️

14 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂત તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંત તેના મિત્રો, સ્ટાફ અને પાલતુ કૂતરા સાથે મુંબઈના બાંદ્રામાં એક એપાર્ટમેન્ટમાં રહેતો હતો. સુશાંતના મૃત્યુ પછી મુંબઈ પોલીસ, ત્યારબાદ બિહાર પોલીસ અને ત્યારબાદ સીબીઆઈએ આ મામલાની તપાસ કરી હતી. જો કે સુશાંતે આત્મહત્યા કરી છે કે નહીં તે હજી સ્પષ્ટ થયું નથી.

સુશાંતના ગયા પછી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ અંગે ચર્ચા વધી. જેના કારણે ઘણા સ્ટાર્સ અને સ્ટાર કિડ્સ ટ્રોલ થયા હતા. મૂવી માફિયા વિશે વાત કરવામાં આવી હતી અને કરણ જોહર સહિત ઘણા મોટા દિગ્દર્શકો અને નિર્માતાઓ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. સુશાંતના મોતની વચ્ચે એક ડ્રગનો કેસ પણ સામે આવ્યો, જેમાં સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિથાનીને તાજેતરમાં જ નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x