ગાંધીનગર

મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી પર્યવારણદિનની ઉજવણી કરાવશે

ગાંધીનગર:

પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાશે. અહીં મુખ્યમંત્રી તુલશીના રોપાનું વાવેતર કરીને પર્યાવરણ દિનની ઉજવણી કરશે. ત્યારે આ વખતે કોર્પોરેશનમાં પણ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવનાર છે ગાંધીનગરના દત્તમંદિરે નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રીના વિસ્તારમાં આવતા તમામ ગામોમાં પણ  આજે વૃક્ષારોપણ કરાશે. કુલ પાંચથી છ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર સરકાર દ્વારા પર્યવરણ દિને કરવામાં આવશે.

તા.પાંચમી જુનને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે જે અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાનાર છે ત્યારે આ વખતે તો મહાનગરપાલિકાઓમાં પણ આ પર્યવરણ દિનની રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે. આવતીકાલેપોતાના નિવાસસ્થાનેથી મુખ્યમંત્રી વૃક્ષારોપણ કરીને રાજ્યકક્ષાની ઉજવણી કરાવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી પોતાના બંગલે તુલશીનો રોપો વાવશે અને ઉછેરવાનો સંકલ્પ પણ લેશે. જ્યારે ગાંધીનગર કોર્પોરેશનનો કાર્યક્રમ સે-૨૮ના દત્તમંદિરે રાખવામાં આવ્યો છે. જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઉપસ્થિત રહેશે તેઓ અહીં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે વૃક્ષારોપણ કરશે. તેઓ પણ તુલશીનો રોપો વાવશે અને લિમડો પણ દત્તમંદિર ખાતે વાવશે.તો બીજીબાજુ ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રીના મતવિસ્તારના દરેક ગામમાં પણ આવતીકાલે ફરજીયાત વૃક્ષારોપણ કરવામાં આવનાર છે.જેથી આવતીકાલે સરકાર અને રાજકીય પાર્ટી દ્વારા પાંચથી છ હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવશે પરંતુ તેને ઉછેરવામાં કોણ રસ લેશે તે સવાલ અહીં ઉભો થઇ રહ્યો છે.વૃક્ષો વાવવા અને ઉછેરવા ફક્ત પર્યવરણ દિન નિમિત્તે જ ન હોવો જોઇએ સમગ્ર ચોમાસા દરમિયાન સામુહિક વૃક્ષારોપણ કરવા જોઇએ અને તેને ઉછેરવાની જવાબદારી પણ જે તે વ્યક્તિ કે સંસ્થાએ ઉપાડી લેવી જોઇએ. એટલુ જ નહીં, ભવિષ્યમાં વિવિધ પ્રોજેક્ટો પાછળ વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવે છે તેવી સ્થિતિમાં મેદાનો તથા ભવિષ્યમાં કોઇ પ્રોજેક્ટોમાં વૃક્ષો કાપવા ન પડે તે રીતે જ વૃક્ષારોપણ કરવા જોઇએ તે વાત પણ ગાંધીનગરમાં સ્માર્ટસીટી અંતર્ગત કાપી નાંખવામાં આવેલા સેંકડો વૃક્ષો પરથી આપણે શીકવ જોઇએ.

કોવિડ હોસ્પિટલોના ડોક્ટરો દ્વારા આજે વિશેષ વૃક્ષારોપણ

કોરોનાની બીજી લહેર હવે કોઇક અંશે શાંત થઇ હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાની બીજી લહેર આક્રમક અંદાજમાં હતી ત્યારે ગાંધીનગર સહિત સમગ્ર દેશમાં દરેક વ્યક્તિને ઓક્સિજનનું મહત્વ ખબર પડી હતી. ત્યારે પરોપકારજીવે સતત ઓક્સિજન આપતા વૃક્ષની કદર પણ દરેકને થઇ છે.જેના પગલે આ વખતે ચોમાસા દરમિયાન વધુ વૃક્ષારોપણ થશે તેમ માનવામાં આવે છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લાની ૨૦ જેટલી કોવિડ હોસ્પિટલોમાં પણ આજે પર્યાવરણ દિન પ્રસંગે વિશેષ વૃક્ષારોપણ કરવામાં આવશે. તુલશી, લિમડા સહિતના વૃક્ષો વાવવામાં આવશે. ગાંધીનગર સિવિલ, કોલવડા હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલો દ્વારા પણ આજે વૃક્ષારોપણ કરાશે. એક અંદાજ પ્રમાણે આજે કોવિડ હોસ્પિટલો દ્વારા ૪૦૦થી ૫૦૦ રોપા વાવવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x