મનોરંજન

‘રામાયણ’ વિશ્વનો સૌથી વધુ જોવાયેલો પૌરાણિક શો

રામાનંદ સાગરની રામાયણે ઈન્ડિયન ટીવી ઈન્ડસ્ટ્રીની ઓળખ બદલી નાખી છે. તેનાથી ઈન્ડિયન માઈથોલોજી પર બનતા શો બનાવવાનું સરળ થઈ ગયું છે. આ શો અત્યારે પણ ભારતીય દર્શકોના હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે. રામાયણ રેકોર્ડ બુકમાં ‘દુનિયામાં સૌથી વધુ જોવાયેલી પૌરાણિક સિરીયલ’ તરીકે પોતાનું સ્થાન ધરાવે છે. આ શોએ 2003 સુધી પોતાનો રકોર્ડ કાયમ રાખ્યો હતો.

શોને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું
1987થી 1988 દરમિયાન પ્રસારિત થયેલા આ શોને સારો રિસ્પોન્સ મળ્યો હતો. દર્શકોની આટલી બધી સંખ્યાના કારણે તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. જે લોકો નથી જાણતા, તેમના માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં ભારતીય લોકો દ્વારા નોંધાયેલા વર્લ્ડ રેકોર્ડ સામેલ છે. તેમાં એજ્યુકેશન, એન્ટરટેઈનમેન્ટ અને બિઝનેસ જેવા તમામ ક્ષેત્રોના રેકોર્ડ સામેલ છે.

કેરેક્ટરની તૈયારી માટે મદદગાર થયો આ શોઃ સની સિંહ
રામાયણ પોતાના દર્શકોને સારા નૈતિક મૂલ્યો બતાવવા માટે લોકપ્રિય છે. પરંતુ તે માત્ર મૂલ્યો વિશે જ નથી, કારણ કે એક્ટર સની સિંહને શોના આદિપુરુષમાં તેના પાત્રની તૈયારી કરવામાં રામાયણથી ઘણી મદદ મળી હતી. તેણે કહ્યું હતું કે, બાળપણમાં, હું મારા માતાપિતા સાથે રામાયણ જોતો હતો. મેં પાત્રો પર વધારે ધ્યાન આપ્યું ન હતું, પરંતુ વાર્તા મને વ્યસ્ત રાખવા માટે પૂરતી હતી. હવે જ્યારે હું લક્ષમણની ભૂમિકા નિભાવવા જઈ રહ્યો છું, તો લક્ષમણ પર ધ્યાન આપવા માટે આખી રામાયણ ફરીથી જોઈ, જેનાથી મને તેમની રીતભાત, બોડી લેંગ્વેજ અને તેમના દ્વારા પહેરવામાં આવતા કપડાં, એક્સેસરીઝ વિશે ઘણું શીખવામાં મદદ મળી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x