ખેડા જિલ્લામાં કોરોનાના માત્ર 4 અને નડિયાદમાં 1 પણ કેસ નહીં
નડિયાદ :
ખેડા જિલ્લામાં કોરોનાનો ભરડો સાવ ઢીલો પડી રહ્યો છે. જિલ્લામાં અઢી મહિના પછી સિંગલ ડિજિટમાં નવા કોરોના કેસો નોંધાયા છે. મંગળવારે જિલ્લામાં નવા ૭ જ કેસ આવતા જિલ્લાવાસીઓ હાશકારો અનુભવ્યો છે. જિલ્લાના વડામથક નડિયાદમાં મહિનાઓ બાદ ૨૪ કલાકમાં એક પણ નવો કોરોના કેસ નોંધાયો નથી.
આજના કેસો સાથે જિલ્લામાં કુલ કોરોના કેસોની સંખ્યા ૧૦૩૦૪ અને કુલ સાજા થનારા ૧૦૦૪૫ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આઠમી જૂનના રોજ નોંધાયેલા ૭ કેસોમાંથી કઠલાલમાં ૩, ગળતેશ્વરમાં ૨ અને કપડવંજ-મહેમદાવાદમાં ૧-૧ કોરોના પોઝિટિવ કેસ પોઝિટિવ આવ્યા છે.
સરકારી યાદી પ્રમાણે સોમવારે સાંજ સુધી ૨૧૧ દર્દી સારવાર હેઠળ છે, તેમાંથી ૧૨૫ની સ્થિતિ સ્ટેબલ હોવાનું જણાવાયું છે, જ્યારે ૭૦ દર્દીઓ ઓક્જિન હેઠળ સારવાર લઈ રહ્યા છે. ઉપરાંત ૧૬ દર્દી વેન્ટિલેટર-બાયપેપ ઉપર છે. જ્યારે ૬૯ દર્દીની સારવાર હોમ આઈસોલેશનમાં થઈ રહી છે.