સુરત અને આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ
સુરત
દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે, હાલમાં દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં સુરત અને આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે, જેને પગલે બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે, જેની અસરને પગલે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. સુરતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી જશે. સુરતમાં સવારથી શરૂ થયેલા વરસાદને પગલે લોકોને છેલ્લા કેટલાક દિવસ અનુભવેલા અસહ્ય બફારાથી રાહત મેળવી હતી. બીજી તરફ ખેડૂતોમાં વરસાદને પગલે ખુશી જોવા મળી છે,