ગાંધીનગરગુજરાત

ભારે વિવાદ બાદ હવે સરકારે નિર્ણય ફેરવ્યો, ધો.૧૦ના વિદ્યાર્થીઓને અપાતા એલ.સી.માં હવે માસ પ્રમોશન નહી લખાય

અમદાવાદ :

ધો.૧૦માં માસ પ્રમોશન આપવામા આવ્યુ છે ત્યારે સરકારે અગાઉ માસ પ્રમોશનના નિયમોમાં એલ.સી.માં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનુ જણાવ્યુ હતુ પરંતુ ભારે વિવાદ બાદ હવે સરકારે નિર્ણય ફેરવ્યો છે. ધો.૧૦ ના વિદ્યાર્થીઓને અપાતા એલ.સી.માં હવે માસ પ્રમોશન નહી લખાય અને તેના  બદલે માત્ર માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા એવા શબ્દો લખાશે.

કોરોનાને પગલે ધો.૧૦ની બોર્ડ પરીક્ષા રદ કરી સરકારે રેગ્યુલર ૮.૩૭ લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું જાહેર કર્યુ છે.માસ પ્રમોશનમાં માર્કસની ગણતરી અને પરિણામની પદ્ધતિ માટેના નિયમો સાથેની પોલીસી જાહેર કરતા બોર્ડે ગત ૩જી જુને જાહેર કરેલા નિયમોમાં એલસી આપતા રીમાર્કસના ખાનામાં ધો.૧૦ની પરીક્ષા માસ પ્રમોશનથી જાહેર થયેલ છે તેમ લખવાનું રહેશે તેવી સૂચના આપી હતી.ધો.૧૦ બાદ વિદ્યાર્થી તે જ સ્કૂલમાં ધો.૧૧મા જાય તો પણ નિયમ મુજબ એલસી આપવાનું રહેશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને એલસી આપવાનું થતુ હોય એક સાથે તમામને માસ પ્રમોશન આપ્યાનો ઉલ્લખ થાય તો મુશ્કેલી થાય તેમ છે.

આ મુદ્દે ભારે વિવાદ થતા અને માસ પ્રમોશનના ઉલ્લેખથી વિદ્યાર્થીને નુકશાન થતુ હોવાનું હવે સરકારને ધ્યાને આવતા શિક્ષણવિદોના સૂચનો બાદ હવે સસરકારે નિર્ણય ફેરવ્યો છે.સરકારની મંજૂરીથી બોર્ડે આ મુદ્દે તમામ ડીઈઓને નવો પરિપત્ર કરી ખાસ સૂચના આપીછે કે હવે  લિવિંગ સર્ટિફિકેટ-એલ.સીમાં રીમાર્કસના ખાનામાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા એવુ દર્શાવવાનું રહેશે. જ્યારે શાળા છોડયાના પ્રમાણપત્રમાં શાળા છોડયાની તારીખ ૩૧-૫-૨૦૨૧ દર્શાવવાની રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x