ગુજરાત

૧૧ થી ૧૩ જુન વચ્ચે દક્ષિણ પશ્મિમી ચોમાસું રાજ્યમાં પ્રવેશશે.

ડીસા

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ ગયો છે. રાજ્યના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ૧૧ થી ૧૩ જુન વચ્ચે દક્ષિણ પશ્મિમી ચોમાસું રાજ્યમાં પ્રવેશશે. પરિણામે વાતાવરણમાં ફરી પલટો પણ જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં આગામી ૧૫ જુન સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટીના પગલે ઠેર ઠેર હળવા ઝાપટાં પણ પડી શકે છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસું વહેલું આવી શકે છે. હાલમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ખેડા, રાજકોટ, ભાવનગર, અમરેલીમાં આગામી ૩ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે તેની અસરના પગલે આગામી ૧૫ જુનથી ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળી શકે છે. વર્ષ ૨૦૧૮માં તા.૨૬-૦૬-૨૦૧૮થી ચોમાસાની શરૂઆત થઇ હતી. જ્યારે વર્ષ ૨૦૧૮માં ચોમાસું સીજનનો કુલ ૨૪૧.૬ એમએમ વરસાદ નોંધાયો હતો.

જ્યારે વર્ષ ૨૦૧૯માં તા.૧૩-૦૬-૨૦૧૮થી ચોમાસાની શરૂઆત થઇ હતી. જ્યારે વર્ષ ૨૦૧૯માં ચોમાસું સીજનનો કુલ ૬૫૭.૧ એમએમ વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ ૨૦૨૦માં તા.૦૭-૦૬-૨૦૧૮થી ચોમાસાની શરૂઆત થઇ હતી.

જ્યારે વર્ષ ૨૦૨૦માં ચોમાસું સીજનનો કુલ ૬૭૧.૪ એમએમ વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ ૨૦૨૧માં ૧૫ જુનથી ચોમાસાની શરૂઆત થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x