ગાંધીનગરગુજરાત

યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગ કરવા શિક્ષણ વિભાગે કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સેન્ટર કાર્યરત કર્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું ગાંધીનગરમાં શરૂ કરવામાં આવેલું આ ભવનમાં વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગ કરવાના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ આવ્યું છે

વિવિધ પ્રોજેક્ટ્સ, યોજનાઓનાનું સીધું મોનિટરિંગ કરી શકાશે
શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ ધ્યના કેન્દ્રિત કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ જેવા નાવિન્યપૂર્ણ પ્રોજેકટ છેલ્લા બે વર્ષથી અપનાવેલા છે. આ નવિનત્તમ પ્રોજેકટસ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરીંગ કરવા માટે આધૂનિક કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.

શિક્ષણ વિભાગે કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સેન્ટરના શરૂ કર્યો

રાજ્યની 5400 જેટલી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, 3 લાખ કરતા વધારે શિક્ષકો અને 1 કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના વિશાળ માળખાની દેખરેખ માટે સરકાર અને શિક્ષણ વિભાગે આ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સેન્ટરના શરૂ કર્યું છે કમાન્ડ સેન્ટરના નવા બિલ્ડિંગને અતિઆધુનિક ટેકનોલોજી-સુવિધાથી સજ્જ કરવામાં બનાવવામાં આવ્યુ. હવે સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીની ઓનલાઇન રિયલ ટાઇમ હાજરી પણ જાણી શકાશે સાથે જિલ્લાવાર તેમજ કોર્સવાર માહિતી પણ આપી શકાશે.

ઇ-કન્ટેન્ટ અને લર્નીંગ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર

આ પ્રોજેકટ અન્વયે ધોરણ-1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઇ-કન્ટેન્ટ અને લર્નીંગ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યા છે. ઘરે સ્માર્ટફોન-ટેબ્લેટ ધરાવતા હોય તેવા ધોરણ 1 થી 12ના  56 લાખથી વધુ વિદ્યાર્થીઓ હોમલર્નિંગ અંતર્ગત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ G-SHALA (ગુજરાત સ્ટુડન્ટ્સ હોલીસ્ટિક એડપ્ટીવ લર્નિંગ એપ)એપ્લિકેશન અને ઈ-કન્ટેન્ટ થકી શિક્ષણ મેળવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈ-કન્ટેન્ટમાં એનિમેટેડ વીડિયો, પ્રયોગોના સિમ્યુલેશન્સ, સ્વ અધ્યયન અને સ્વ મૂલ્યાંકન મોડ્યૂલ અને સંદર્ભ-પૂરક સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

કોઈપણ ડિવાઈસ કે પ્લેટફોર્મથી એક્સસ કરી શક્શે 

આ સુવિધાઓને વિદ્યાર્થીઓ કોઈપણ ડિવાઈસ કે પ્લેટફોર્મથી એક્સસ કરી શક્શે.ગુજરાતના વિદ્યાર્થીઓ-બાળકોના ઉજ્જવળ ભાવિના હિતને કેન્દ્રસ્થાને રાખવાના  દૃષ્ટિવંત આયોજન અનુરૂપ ‘‘જ્ઞાન સેતુ-બ્રિજકોર્સ કલાસ રેડીનેસ’’ કાર્યક્રમ પણ શિક્ષણ વિભાગે ધોરણ-1 થી 10ના વિદ્યાર્થીઓ માટે આજથી શરૂ કર્યો છે જે એક માસ એટલે 10 જૂનથી 10 જુલાઇ સુધીના ચાલનાર છે. મહત્વનું છે કોરોના મહામારીના વિશિષ્ટ સંજોગોમાં આખું વર્ષ વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ કર્યો છે તે જોતા સરકારે આવનાર આવનાર દિવસોમાં આવી કોઈ પરિસ્થિત સર્જાય તો શિક્ષણ વિભાગ પર કોઈ અસર ન પડે તે હેતુંસર કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સેન્ટર શરૂ કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x