ગાંધીનગરગુજરાત

પેટ્રોલ-ડીઝલના અસહય ભાવ વધારા સામે કોંગ્રેસ ધ્વારા કાલે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર :
કોરોના મહામારીના વચ્ચે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર અસર હેઠળ પ્રજાજનો જ્યારે ભારે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે, ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં અસહય વધારો કર્યો છે. “અબકી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર” ના સૂત્ર સાથે છેલ્લા ૩ મહિનામાં કેન્દ્રની મોદી સરકારએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં અનુક્રમે રૂપિયા ૨૫.૭૨ અને ૨૩.૯૩ પ્રતિ/ લિટર ધરખમ વધારો કર્યો છે. માત્ર ૫ મહિનાના ટૂંકા ગાળામાં ૪૩ વખત ભાવ વધારો કરાયો છે. આ સજોગોમાં પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સૂચનાનુસાર પેટ્રોલ-ડીઝલ ના આ અસહય ભાવ વધારા સામે વિરોધ વ્યક્ત કરવા આવતીકાલે તા-૧૧/૦૬/૨૦૨૧, શુક્રવાર, સવારે ૧૦ કલાકે સત્યાગ્રહ છાવણી, સેક્ટર-૬, ગાંધીનગર ખાતે વિરોધ/ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ જિલ્લા અને શહેર કોંગ્રેસ ધ્વારા યોજેલ છે. જેમાં સૌ કાર્યકરો, ચૂંટાયેલા સદસ્યો, ફ્રંટલ-સેલ-વિભાગના વડાઓ, આગેવાનો અને માં.ધારાસભ્યશ્રીઓને કાર્યક્રમ ઉપસ્થિત રહેવા જિલ્લા-શહેર કોંગ્રેસની અખબારી યાદીમાં જણાવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x