આરોગ્યગાંધીનગરગુજરાત

રાજયના નર્સીંગ કર્મચારીઓને એલાઉન્સમાં 130 ટકાનો માતબર વધારો કરવાનો આરોગ્ય વિભાગનો નિર્ણય

ગાંધીનગર :
રાજયની તમામ નર્સીંગ કર્મચારીઓના એલાઉન્સમાં રૂપિયા 1700 નો એટલે કે 130 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાના કારણે હવે રૂપિયા 3000નું નર્સિંગ એલાઉન્સ આગામી તા.1લી જુલાઇથી આપવાનો આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે. જેનો લાભ રાજયના 15 હજારથી નર્સિંગ સ્ટાફને થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્સીંગ સ્ટાફ દ્વારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. જેના પગલે આજે રાજયના આરોગ્ય મંત્રી નીતિન પટેલ સાથે નર્સીંગ સ્ટાફના ફોરમ તથા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા બાદ એલાઉન્સના પ્રશ્નનો ઉકેલ આવતાં મામલો થાળે પડયો હોવાનુ સૂત્રોએ જણાવ્યું છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજયના નાગરિકોને ત્વરિત આરોગ્ય સવલતો મળી રહે અને આરોગ્ય વિભાગમાં વધુ માનવબળ જોડાય તે માટે 2000 જેટલી સ્ટાફ નર્સોની ભરતી કરવાની પણ મંજુરી આરોગ્ય વિભાગ દ્વારા આપી દેવાઇ છે. જેની પરીક્ષા આગામી તા.20મી જૂનના રોજ જીટીયુ દ્વારા લેવાશે. પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ તમામ વહીવટી કામગીરી પૂર્ણ કરી સત્વરે આદેશો કરવામાં આવશે.
આજે ગાંધીનગર ખાતે યુનાઇટેડ નર્સિંગ ફોરમની માંગણીઓ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે, નાણાં વિભાગના સચિવ મીલીંદ તોરવણે અને ફોરમના પ્રમુખ દિપકમલ વ્યાસ ઉપરાંત સલાહકાર ઇકબાલ કડીવાલા, તેજલ દેસાઇ, મૈલિ સરવૈયા, જયોત્સનાબેન ચૈધરી, જયેશ અંધારિયા, ટ્વીંકલ ગોહીલ, વિક્રમ પટેલ તથા આરતી પરમાર સહિતના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ફોરમના પ્રશ્નો સંદર્ભે વિસ્તુત ચર્ચા-વિચારણાં થઇ હતી. તેના અંતે ફોરમના પ્રતિનિધિઓએ એલાઉન્સ વધારા સહિતના અન્ય પ્રશ્નોના નિકાલ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x