Reliance Jio લાવશે માત્ર ૫૦૦ રૂપિયામાં 4G ફોન
Post Views: 168
July 5, 2017
Reliance Jio પોતાના ગ્રાહકો માટે એક નવો ધમાકો લઈને આવી રહી છે. ચર્ચા છે કે, રિલાયન્સ પોતાનો 4G VoLTE ફીચર ફોન આ મહિને લોન્ચ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફોનની કિંમત માત્ર ૫૦૦ રૂપિયા રહેશે, એવું થાય છે તો ભારતનાં મોબાઈલ માર્કેટમાં એક વાર ફરી હોબાળો મચવાની તૈયારી છે. આ પહેલા પણ Reliance Jio વેલકમ ઓફર અને ‘ધન ધના ધન’ ઓફરથી ધમાલ મચાવી ચુક્યું છે.
૨૧ જુલાઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક બેઠક યોજાશે. તે દરમિયાન આ ફોનને લોન્ચ કરવામાં આવી શકે છે, આ મોકા પર રિલાયન્સ જિયો પોતાનમાં નવા ટેરીફ પ્લાનની જાહેરાત પણ કરશે. તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણીની આં કંપનીએ ૧૧ એપ્રિલે ધન ધના ધન ઓફરની જાહેરાત કરી હતી, જે ખત્મ થવા જઈ રહી છે.