કોરોનની ત્રીજી લહેરના ભયના માહોલ વચ્ચે સોનામાં તેજી
દેશમાં કોરોનાની બીજીલહેરની ગંભીર અસર હવે ઓછી થવા લાગી છે. સંક્રમણના કેસની સંખ્યામાં ઘટાડો આવતા સરકારે ઘણા શહેરોમાં લાદવામાં આવેલા કર્ફ્યુ અને પ્રતિબંધોમાં રાહત આપી છે છતાં કોરોનની ત્રીજી લહેરના ભયના માહોલ વચ્ચે સોનામાં તેજી દેખાઈ રહી છે. આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે ગુજરાતમાં સોનુ (Gold Price in Gujarat) 50800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.
મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર ઓગસ્ટ વાયદાના સોનાના ભાવમાં 0.29 ટકા સુધીનો વધારો થયો છે. સોનુ ૫ ઓગસ્ટ ડિલિવરી માટે 49,283.00 ના સ્તરે ખુલ્યું હતું જે વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. તો ૫ ઓક્ટોબર ડિલિવરી માટે 49,560.00 ના સ્તરે બજાર ખુલ્યું હતું જે તેજી સાથે આગળ વધી રહ્યું છે.
સર્વોચ્ચ સ્તર કરતા સોનુ હાલ સસ્તું છે
સોનાની કિંમત રેકોર્ડ લેવલથી જી પણ 7,000 રૂપિયાના ઓછી છે. કોરોનાકાળમાં અનિશ્ચિત પરિસ્થિતો વચ્ચે ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાનો દર 56,200 સુધી ગયો હતો. ગયા વર્ષેની સરખામણીએ આ વર્ષે સોનાના રેકોર્ડ સ્તરની સપાટીથી સોનુ આશરે 7000 રૂપિયા નીચે ટ્રેડ થઇ રહ્યું છે.
કેમ સોનામાં ઉછાળો આવી રહ્યો છે
યુએસ ટ્રેઝરીની ઘટતી કમાણી, નરમ યુએસ ડોલર અને કોરોના રોગચાળાના ત્રીજા તરંગની વધતી ચિંતા વચ્ચે સોનાને સલામત રોકાણ માનવામાં આવી રહ્યું છે, તેથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
Gold jewellery hallmarking 16 જૂનથી લાગુ પડશે
કેન્દ્ર સરકારે સોનાના ઝવેરાતની ફરજિયાત હોલમાર્કિંગ માટેની મુદત 1 જૂન બાદ 15 જૂન સુધી વધારી દીધી હતી. આનો અર્થ હવે એ થાય છે કે 15 જૂન પછી ઝવેરીઓને ફક્ત 14, 18 અને 22 કેરેટના સોનાના ઝવેરાત વેચવાની મંજૂરી આપવામાં આવશે. BIS એપ્રિલ 2000 થી સોનાના આભૂષણો માટે હોલમાર્કિંગ યોજના ચલાવાઈ રહી છે. હાલમાં 40 ટકા સોનાના ઝવેરાતમાં હોલમાર્ક કરવામાં આવી રહ્યા છે. Gold Hallmarking ની ઘરમાં રાખવામાં આવેલા સોનાને કોઈ અસર પડશે નહિ. આ નિયમ ગ્રાહકો માટે નહિ પરંતુ જવેલર્સ માટે છે. ગ્રાહક જયારે ઈચ્છે ત્યારે તેમની જૂની જવેલરી વેચી શકે છે.હવે ઝવેરી હોલમાર્ક વગર સોનુ વેચી શકશે નહિ. આ ઉપરાંત સોનાની ગુણવત્તાની ખાતરી રહેશે અને ગ્રાહકો સાથે ભેળસેળની ઠગાઈ થઈ શકશે નહિ.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD
Current 49343.00 +145.00 (0.29%) – સવારે 11.48 વાગે
Open 49,283.00
High 49,357.00
Low 49,230.00
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 50800
RAJKOT 999 50820
(સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI 50620
MUMBAI 48890
DELHI 52310
KOLKATA 50910
(સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE 50300
HYDRABAD 50300
PUNE 48890
JAYPUR 52310
PATNA 48890
NAGPUR 48890
(સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI 45658
AMERICA 44532
AUSTRALIA 44545
CHINA 44526
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)