આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારતને ઝટકો : 2019માં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ સમયે અમેરિકામાં થયેલો 2.5 અબજ ડોલર સોદો રદ

ભારતીય કંપની પેટ્રોનેટ એલએનજી દ્વારા વર્ષ ૨૦૧૯માં હાઉદી મોદી કાર્યક્રમ વખતે લિક્વિફાઇડ નેચરલ ગેસની આયાત કરવા માટે અમેરિકા સાથે થયેલો સોદો આખરે રદ કરવામાં આવ્યો છે. પેટ્રોનેટ એલએજી લિમિટેડએ સપ્ટેમ્બર ૨૦૧૯માં અમેરિકામાં ‘હાઉડી મોદી’ દરમિયાન ૪૦ વર્ષની ગેસ સપ્લાયના બદલામાં અમેરિકાના ટેલ્યુરિયનના એનએલજી પ્રોજેક્ટમાં ૨.૫ અબજ ડોલરનું મૂડીરોકાણ કરવા એમઓયુ કર્યા હતા તેને છેવટે રદ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, સપ્ટેમ્બર ૨૦૧૯માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાના હ્યુસ્ટનની મુલાકાત વખતે ‘હાઉડી મોદી’ કાર્યક્રમ દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે વિદેશમાં શેલ ગેસની નિકાસ કરવા માટે અમેરિકામાં થયેલા સૌથી મોટા વિદેશી રોકાણ પૈકીનું એક હતું.પેટ્રોનેટ એલએનજી એ ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ, ટેલ્યુરિયન ઇન્કના પ્રસ્તાવિત ડ્રિફ્ટવુડ એલએનજી ટર્મિનલથી ૪૦ વર્ષ માટે એલએનજીની વાર્ષિક ૫૦ લાખ ટન સુધીની ખરીદી માટેના સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. પેટ્રોનેટ એલએનજી એ આ ડ્રિફ્ટવુડની ૧૮ ટકા હિસ્સેદારી માટે ૨.૫ અબજ ડોલરનું મૂડીરોકાણ કરવાનું હતું.

પેટ્રોનેટ એલએનજી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ એ.કે.સિંહે જણાવ્યુ કે, આ એમઓયુને લંબાવવામાં આવ્યો નથી. હાલ તેમની સાથે અમારા કોઇ નવા કરાર થયા નથી. તેમણે ઉમેર્યુ કે, આરંભિક સમજૂતી હતી તે હવે સમાપ્ત થઇ ગઇ છે. આ આરંભિક સમજૂતીની સમય મર્યાદા અગાઉ ત્રણ વખત ૩૧ મે, ૨૦૨૦ અને ત્યાર બાદ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, અમને ટેલુરિયન્સ તરફથી આ સમજૂતી આગળ વધારવા માટે કોઇ વિનંતી મળી નથી. જો કે તેમણે વિસ્તૃત માહિતી આપવા ઇન્કાર કર્યો છે.

એવું મનાય છે કે, ભારતીય કંપની દ્વારા રજૂ કરાયેલા ભાવે વિદેશી કંપની એલએનજી આપવા તૈયારી દર્શાવી રહી ન હતી. તેથી છેવટે મૂડીરોકાણ કરવાની સમજૂતી દોઢ વર્ષ બાદ પડતી મૂકવાનો નિર્ણય લેવાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x