સુરતઃ કાપડ માર્કેટમાં પથ્થરમારા બાદ ઉતારાઈ જેકેટ સાથેની ફોર્સ
પથ્થરમારા બાદ ઉતારાઈ જેકેટધારી લોકલ પોલીસ
શહેરની 165 માર્કેટ જીએસટીના વિરોધમાં બંધ પાળી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા વેપારીઓ પર પોલીસના લાઠીચાર્જ બાદ પથ્થરમારો થયો હતો. અને આજ રોજ કાપડ વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવનાર છે. જેથી કાપડ માર્કેટમાં વેપારીઓ અકઠાં થવાના છે. હાલ જેજે માર્કેટ સામે આવેલી બ્રિજ નીચે ભજન કિર્તન ચાલી રહ્યા છે. જેથી કોઈ કાંકરીચાળો થવાની એંધાણથી પોલીસ સતર્ક થઈ ગઈ છે. અને કોમી રાઈટ્સ માટે તૈયાર કરવામાં આવેલી જેકેટ સાથે લોકલ પોલીસ ફોર્સ તૈનાત કરી દેવમાં આવી છે. 70થી વધુ જેકેટ સાથે પોલીસ ઉતારવામાં આવી છે.
એક દિવસનું 125 કરોડનું નુકસાન
એક દિવસ માર્કેટ બંધ રહે તો ૧૨૫ કરોડનું નુકશાન થાય છે.જીએસટીની મડાગાંડ ન ઉકેલાતા છેલ્લા ઘણા દિવસોથી વેપારીઓ જંગે ચડ્યા છે. જેમાં વેપારીઓની સાથે સાથે સામાન્ય શ્રમિકોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે. જેથી રોજનું લઈ રોજનું ખાતા સામાન્ય માણસો પણ પરેશાન થઈ ગયા છે. જ્યારે બહારથી આવતાં વેપારીઓ પણ બંધને લઈને પરેશાન છે.