ભારતમાં 20 જ દિવસમાં પુલ બનાવવાનું કામ પૂર્ણ કરવાનો બનશે રેકોર્ડ
ભારતમાં બનશે રેકોર્ડ
સૌથી ઝડપી નિર્માણ કાર્યો માટે અવાર નવાર ચીનનું નામ સામે આવતું હોય છે, પરંતુ હવે ગુજરાત અને ભારત પણ આવા રેકોર્ડમાં પાછળ નથી. ભારતમાં પહેલીવાર 20 જ દિવસમાં બ્રિજ ઊભો કરવાનો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. દાવો છે કે બીજી જૂને શરૂ થયેલ બ્રિજ નિર્માણ 22 જૂને સંપૂર્ણ થઈ જશે.
ગુજરાતના વલસાડમાં બની રહ્યો છે બ્રિજ, એક જ સપ્તાહમાં 75 ટકા કામ પૂરું
દેશમાં પહેલીવાર 20 જ દિવસમાં પુલ બનાવવાનું કામ પૂર્ણ કરવાનો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે અને આ રેકોર્ડ ગૌરવશાળી ગુજરાતના નામે થયો છે. વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરના ચીફ જનરલ મેનેજર શ્યામ સિંહે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે રોડ ઓવરબ્રિજનું 75 ટકા કામ માત્ર એક જ સપ્તાહમાં કરી લેવામાં આવ્યું છે. પુલ બનાવવાનું કામ બીજી જૂને શરૂ કરવામાં આવ્યું હતું અને વિશ્વાસ છે કે 20 જ દિવસમાં કામ પૂર્ણ થઈ જશે. સરકારે પણ 20 દિવસ માટે ટ્રાફિક બ્લોક કરવાની મંજૂરી આપી હતી.
આખરે કઈ રીતે થયો આ કમાલ
નોંધનીય છે કે આ બ્રિજ બની રહ્યો છે વલસાડમાં. આ પ્રોજેક્ટ કુલ સાડા ચાર કરોડ રૂપિયાનો છે અને 22મી જૂને બ્રિજ બનીને તૈયાર થઈ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે. નોંધનીય ચેક એ વલસાડમાં પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા આ બ્રિજને બનાવવામાં ખૂબ સમય લાગે તેવું છે. જૉ આ બ્રિજ બનાવવા માટે નોન સ્ટોપ કામ કરવામાં આવે તો પણ 100 દિવસે કામ પૂરું થાય અને 100 દિવસ સુધી ટ્રાફિકને રોકી શકાય નહીં. એવામાં ઓથોરિટીએ વિચાર કર્યો કે બ્રિજના હિસ્સાઓને પહેલાથી જ બનાવી લેવામાં આવે. અને તે બાદ તે હિસ્સાઓ ત્યાં લાવીને જોડી દેવમાં આવે. આ જોડાવના કામ માટે ચાર હેવી ડ્યૂટી હાઇડ્રોક્લોરિક ક્રેન પણ સ્થાપવામાં આવી.