દેશના 14 મા રાષ્ટ્રપતિ બન્યા રામનાથ કોવિંદ
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટપણે મીરાકુમારથી રામનાથ કોવિંદ શરૂઆતથી જ ઘણાં આગળ દેખાયા હતાં. અત્યાર સુધીમાં કોવિંદને 66 ટકા એટલે કે 702044 વોટ મળી ચૂક્યાં છે. જ્યારે બહુમત માટે 5,52,243 વોટની જરૂર હતી. આમ રામનાથ કોવિંદની જીત પાક્કી થઈ ચૂકી છે. તો બીજીતરફ યૂપીએના ઉમેદવાર મીરા કુમારને 367314 વોટ મળ્યા હતા. માત્ર ઔપચારિક જાહેરાત કરવાની બાકી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ જીત સાથે રામનાથ કોવિંદ દેશના 14મા રાષ્ટ્રપતિ બન્યા છે.