ભાજપમાં ભળવા મળી 3 કરોડની ઓફર :AAPના મહિલા કોર્પોરેટરનો આક્ષેપ
Surat :
સુરત વોર્ડ નંબર-3ના આમ આદમીના કોર્પોરેટર (AAP) ઋતા દુધાગરાએ ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ આક્ષેપ કર્યો છે. આ મહિલા કોર્પોરેટરને ભાજપમાં જોડાવવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ રાજકીય હોબાળો મચી જવા પામ્યો છે.
સુરત મહાનગર પાલિકા વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ઋતા દુધાગરાએ તમામ કોર્પોરેટરમાં સૌથી વધુ લીડ સાથે જીત મેળવી હતી. આ મહિલા કોર્પોરેટરને ભાજપ અને કામરેજના ધારાસભ્ય પક્ષપલ્ટા માટે દબાણ કરી રહ્યા હોય તેવો આક્ષેપ કર્યો છે. ઋતાએ આરોપ લગાવ્યો છે કે, કામરેજના ધારાસભ્ય દ્વારા તેમને ભાજપમાં જોડાવા માટે રૂપિયા 3 કરોડની ઓફર કરવામાં આવી હતી. જોકે તેને આ ઓફર નકારી દીધી હતી.
તો બીજી તરફ તેના પતિને પણ ભાજપમાં જોડાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પતિને ભાજપ દ્વારા 25 લાખ આપવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.જેના કારણે ઋતુ અને તેના પતિના ઘરસંસારમાં તિરાડ પડી છે. તો બીજી તરફ રૂપિયાની લાલચમાં ના આવતા પરિવાર દ્વારા દબાણ કરવામાં આવતા પતિ સાથે છૂટાછેડાની નોબત આવી છે.
ભાજપના ધારાસભ્યએ લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, આ આક્ષેપ તદ્દન પાયા-વિહોણા છે. હું ઋતુને ઓળખતો પણ નથી. આ સાથે જ મેં કોઈ જ ઓફર કરી નથી.