કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે પ્રારંભિક તેજી બાદ શેરબજારમાં ઘટાડો
આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર(Stock Market) વૃદ્ધિ સાથે ખુલ્યા પણ ગણતરીના સમયમાં ફરી લાલ નિશાન નીચે સરકી ગયા હતા. આજે સેન્સેક્સ(Sensex) 244.74 પોઇન્ટ અને નિફ્ટી(Nifty) 65.1 પોઇન્ટ ખુલ્યા હતા. સતત બે દિવસના ઘટાડા બાદ આજે બજારમાં પ્રારંભિક તેજી દેખાઈ પરંતુ તેજી લમ્બો સમય ટકી નહિ અને હાલ બજાર ઘટાડો દર્શાવી રહ્યું છે.
આજે પણ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ઘણી કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી પાવર લિમિટેડનો શેર 5%, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડનો શેર 5%, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો શેર 5% અને અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર 5% નીચે છે.
આ પહેલા ગુરુવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. ભારતીય શેરબજાર(STOCK MARKET)માં આજે સતત બીજા દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું(CLOSING BELL) હતું. ગુરુવારે કારોબારના અંતે સેન્સેક્સ(SENSEX) 178 પોઇન્ટના ઘટાડા સાથે 52,323 પોઇન્ટ બંધ થયું હતું. બીજી તરફ નિફ્ટી(NIFTY) 76 પોઇન્ટ લપસીને 15,691 પોઇન્ટ પર કારોબાર સમાપ્ત કર્યો હતો.
NSE ના પ્રોવિઝનલ ડેટા મુજબ 17 જૂને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 879.73 કરોડના શેર અને ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII) એ 45.24 કરોડના શેર ખરીદ્યા હતા.
સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 52,586.41 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,761.50 સુધી ઉપલા સ્તરે નોંધાયા હતા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની ઊપર મજબૂતી બાદ ઘટાડાના પગલે બંને ઇન્ડેક્સ 0.6 ટકા ઘટાડા સાથે જોવા મળ્યો છે.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં નબળાઈ દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી નુકશાન સાથે કારોબાર કરી રહ્યા છે.
આજે Global માર્કેટના સંકેત સારા છે . અમેરિકી બજારોમાં મિશ્ર કારોબાર થઈ રહ્યા છે. Dow માં 210 અંક ઘટ્યો છે અને 1 મહીનાના નિચલા સ્તર પર પહોંચી ગયો છે. નાસ્ડેકમાં 122 અંકની તેજી દેખાઈ છે . બીજી તરફ ટેક શેરોમાં ખરીદારીથી નાસ્ડેકમાં તેજી આવી છે. 10 વર્ષની યુએસ બૉન્ડ યીલ્ડ 1.52 ટકાની નજીક છે. એશિયાઈ બજાર મજબૂત કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 50.50 અંક ઊપર જોવામાં આવી રહ્યા છે. જોકે શાંઘાઈ કમ્પોઝિટમાં 0.30 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.