ગુજરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારની વહેલી સવારે અંબાજી પહોંચ્યા હતા

Banaskantha : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ(Vijay Rupani) શનિવારની વહેલી સવારે અંબાજી (Ambaji) પહોંચ્યા હતા. આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં (Ambaji Temple) માતાજીની આરતી કરી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે જ કોરોનાની ત્રીજી લહેર ના આવે તે માટે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રીમતી અંજલિ રૂપાણી સાથે આદ્યશકિત મા અંબેના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. કોરોનાની બીજી લહેર પર સફળતા મેળવ્યા બાદ વધુ જનહિતના કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, મહત્તમ વેક્સિનેશનથી કોરોનાની ત્રીજી લહેરને અટકાવી શકાશે અને હારશે કોરોના, જીતશે ગુજરાતના મંત્રને આપણે સૌ સાથે મળીને ચરિતાર્થ કરી શકીશું.

આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં અંબાની કૃપાથી આપણે નિયંત્રિત કરી શક્યા છીએ.  મંદિરો બધા ફરીથી ખોલવામાં આવ્યા છે. માં અંબાની આરતી અને પૂજા કરીને ગૂજરાત સલામત રીતે કોરોનાના સંક્રમણમાંથી  બહાર નીકળે અને ગૂજરાતની જનતાની મા અંબા રક્ષા કરે તેવી પ્રાર્થના કરી છે.

ત્રીજી લહેર માં અંબાની કૃપાથી ના આવે પરંતુ અગાઉની બધી તૈયારી પણ કરી છે.રસીની કામગીરી પણ વધારતા જઈએ છીએ વેક્સીનેશન ની કામગીરી પણ રોજ વધારતા જઈએ છીએ. ગુજરાતની જનતા જલ્દી વેક્સિન લઈલે  જેથી કોરોનાની સામે આપણે બરોબર ટકી શકીએ અને કોરોના હારશે અને ગુજરાત જીતશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x