ગાંધીનગર : રાજભવનના ઘેરાવાની અપાયેલી ચીમકી ને પગલે પોલીસ દ્વારા રાજભવન ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો
રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત રાજભવનના ઘેરાવાની અપાયેલી ચીમકી નાં પગલે ગાંધીનગર પોલીસ દ્વારા રાજ્યપાલ ભવન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજ્યપાલ ભવન જવાના રસ્તા હાલ આમ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
3 કાયદાઓના વિરોધમાં દેશમાં છેલ્લા 6 મહિના કરતા વધારે સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. જેના ભાગ રૂપે ખેડૂત નેતાઓ દ્વારા સરકારો પર દબાણ લાવવા માટે વિવિધ કાર્યક્રમ આપવામાં આવતા હોય છે. આવા જ એક વિરોધ કાર્યક્રમ તરીકે, ખેડૂતો દ્વારા સમગ્ર દેશમાં રાજ્યપાલ ભવનનો ઘેરાવો કરવા માટે ચીમકી ઉચ્ચારવામા આવી હતી. જેના ભાગ રૂપે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલ રાજભવન ખાતે ખેડૂતો ઘેરાવો કરવા આવે તો અંદર ઘૂસી ન શકે એની તકેદારીના ભાગરૂપે રાજ્યપાલ ભવન બહાર પોલિસ ખડકી દેવામાં આવી હતી.
આ મામલે ગાંધીનગર નાં નાયબ પોલીસ અધિક્ષક એમ. કે. રાણાએ જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા રાજભવનને ઘેરાવો કરવાની વાત કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને રાજ ભવન ખાતે પોલીસ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.