એસ.એસ.વી. કેમ્પસમાં આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી.
ગાંધીનગર :
૭ મી ડિસેમ્બર ૧૯૮૭ ના રોજ જનરલ એસેમ્બલી દ્વારા દર વર્ષે ૨૬મી જૂનના દિવસને આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.
કોઈપણ પ્રકારના માદક દ્રવ્યોનો દુરૂપયોગ શારિરીક, માનસિક અને નાણાકીય રીતે માણસને બરબાદ કરે છે. આથી ભારત માં જ નહી પરંતુ આખા વિશ્વમાંથી આ દૂષણ જડમૂળમાંથી નાબૂત થવી જોઇએ. આખું વિશ્વ ડ્રગ્સ મુક્ત થાય તે લક્ષને પ્રાપ્ત કરવા માટે તેમજ લોકોમાં ડ્ર્ગ્સ સમાજ માટે મોટી સમસ્યા છે.તેની જાગ્રુતતા લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો યોજી લોકોમાં જાગ્રુતતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
આવનારી પેઢી, આપણા બાળકોને આ વિષેની માહિતી એસ.એસ.વી કેમ્પસના શિક્ષકો દ્વારા આપવામાં આવી અને વિદ્યાર્થીઓ આ દૂષણ થી દૂર રહે તેવો સંકલ્પ લેવડાવવામાં આવ્યો.