ગાંધીનગરગુજરાત

રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે CM રૂપાણીનુ મોટું નિવેદન : શિક્ષણ ચાલુ કરવા તૈયારી કરી રહી છે સરકાર, સ્કૂલ ખોલવામાં ઉતાવળ નહી કરીએ

ગાંધીનગર :

ગુજરાતમાં શિક્ષણ ચાલુ કરવા સરકાર તૈયારી કરી રહી છે. પણ હાલ રાજ્યમાં શાળાઓ ખોલવા અંગે કોઇ ઉતાવળ કરવામાં આવશે નહીં. રાજ્યમાં શાળા શરૂ કરવા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, શિક્ષણ ચાલુ કરવા સરકાર તૈયારી કરી રહી છે. પણ હાલ સ્કૂલ ખોલવામાં ઉતાવળ નહી કરીએ. કોરોના કેસ ઘટતા તબક્કાવાર ચાલુ કરીશું. વિદ્યાર્થીઓની સલમાતી રહે તે જરૂરી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાના કેસ ઘટ્યા છે. પણ સરકાર અવલોકન કરશે. જો સતત કેસનું પ્રમાણ ઘટતું જશે. તો સૌ પ્રથમ કોલેજો ખોલવાનો વિચાર કરશે. અને પછી તબક્કાવાર શાળાઓ તરફ વિચાર કરશું. ત્રીજી લહેરમાં બાળકો માટે દેશભરમાં ચિંતા થઈ રહી છે. એટલા માટે સરકાર કોઈ ઉતાવળ કરશે નહીં. તમામ પરિસ્થિતિને જોવામાં આવશે. શાળાઓના સંચાલકો સાથે પણ અનેક મુદ્દે સરકાર ચર્ચા કરશે.

CM વિજય રૂપાણી ગીર-સોમનાથની મુલાકાતે હતા. જ્યાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે સોમનાથના રામ મંદિર ઓડિટોરિયનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે અનેક કાર્યક્રમમાં CM રૂપાણી હાજરી આપશે. તો વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું પણ લોકાર્પણ કરાશે. આ સાથે ન.પાના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. સોમનાથ ખાતે સંબોધનમાં મુખ્યમંત્રીએ સરકારની કોરોનામાં કામગીરી અંગે પણ વાત કરી હતી. જેમાં કહ્યું કે, બીજી લહેરમાં ભારતભરમાં કોરોના કેસની સંખ્યા વધ્યા હતા. આ સમયે ગુજરાત સરકારે સવા મહિનામાં જ 90 હજાર ઑક્સીજન બેડ ઊભા કર્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x