આંતરરાષ્ટ્રીયઆરોગ્યગાંધીનગરરાષ્ટ્રીય

’વેક્સિન પાસપોર્ટ’માં ભારતમાં સૌથી વધુ અપાયેલ કોવિશિલ્ડને માન્યતા ન અપાઈ; જાણો કઈ કઈ રસીઓને મળી મંજૂરી

કોરોનાને ટક્કર આપવા ભારતમાં દુનિયાનું સૌથી મોટુ વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશના મોટા ભાગના લોકો સીરમ ઈન્સિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની કોવિશિલ્ડ વેક્સિન લઈ રહ્યા છે. જોકે હજી કોવિશિલ્ડને ઘણાં દેશો દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આ વિશે જ એક મહત્વના સમાચાર આજે સામે આવ્યા છે કે, કોવિશિલ્ડ વેક્સિન લેનાર વ્યક્તિ યુરોપીય સંઘ (EU)ના ગ્રીન પાસ અથવા વેક્સિન પાસપોર્ટ માટે યોગ્ય નથી. નોંધનીય છે કે, વેક્સિન પાસપોર્ટ માટે 1 જુલાઈથી વેક્સિનેશન સર્ટીફિકેટનો ઉપયોગ થવાનો છે.

હકીકતમાં EUના ઘણાં સભ્ય દેશોએ ડિજિટલ વેક્સિન પાસપોર્ટ આપવાનું શરૂ કરી દીધું છે. જે યુરોપીયન લોકોને યાત્રા માટે સ્વતંત્ર રીતે આવવા-જવાની મંજૂરી આપે છે. મુસાફરી કરનાર વ્યક્તિ માટે વેક્સિન પાસપોર્ટ એ વાતનો પુરાવો છે કે તે વ્યક્તિએ વેક્સિન લઈ લીધી છે. જોકે આ પહેલાં EUએ કહ્યું હતું કે, સભ્ય દેશોએ એ વાતની ચિંતા કર્યા વગર વેક્સિન પાસપોર્ટ આપવો જોઈએ કે તેણે કઈ વેક્સિન લીધી છે.
EUએ આ વેક્સિનને આપી છે મંજૂરી
યુરોપિય મેડિસન એજન્સી (EMA) તરફથી હાલ માત્ર ચાર કોવિડ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફાઈઝર, મોર્ડના, એસ્ટ્રાજેનેકા અને જોનસન એન્ડ જોનસનનું નામ સામેલ છે. એટલે કે માત્ર આ ચારમાંથી કોઈ વેક્સિન લીધી હોય તો જ તે વ્યક્તિ યુરોપની મુસાફરી કરી શકે છે. પુણેમાં SII દ્વારા બનાવવામાં આવેલી એસ્ટ્રાજેનેકા કોવિશિલ્ડને યુરોપ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. જોકે કોવિશિલ્ડને WHO તરફથી મંજૂરી આપવામાં આવી છે.

સમગ્ર વિવાદ વિશે SIIના CEO આદર પુનાવાલાએ કહ્યું છે કે, મને ખ્યાલ છે કે, ભારતમાં બહુ મોટી સંખ્યામાં લોકોએ કોવિશિલ્ડ વેક્સિન લીધી છે. તેથી યુરોપ જતા ઘણાં લોકોને હાલ આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ અમે હાઈલેવલ સુધી આ મુદ્દાને લઈ જઈશું અને બહુ ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું

યુરોપીય સંઘ તે લોકો માટે ‘જોઈન્ટ ડિજિટલ સર્ટિફિકેટ’ પર કામ કરે છે જેમને કોરોનાની વેક્સિન આપી દેવામાં આવી છે, અથવા જેમણે હમણાં જ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે અથવા તેઓ કોરોના સંક્રમણથી સાજા થયા છે. આવા લોકોને યુરોપીય સંઘ તરફથી ફ્રિ સર્ટીફિકેટ આપવામાં આવી રહ્યું છે. જેમાં સુરક્ષા સુવિધાઓની સાથે એક ક્યુઆર કોડ પણ હશે. આ સર્ટીફિકેટ હોવાથી લોકોને યુરોપીય દેશોમાં યાત્રા કરવા દરમિયાન ક્વોરન્ટિન અથવા વધારાના કોરોના ટેસ્ટિંગમાંથી પસાર નહીં થવું પડે.
ઘણાં યુરોપીય સંઘના દેશોએ પહેલેથી જ આ સિસ્ટમનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે. જેમાં સ્પેન, જર્મની, ગ્રીસ અને પોલેન્ડ સામેલ છે. અન્ય દેશો તરફથી 1 જુલાઈથી તેનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જોકે હજી એ સ્પષ્ટ નથી કે આ સર્ટીફિકેટ અથવા વેક્સિન પાસપોર્ટની ભારતીય યાત્રીઓ પર કેટલી અસર થશે. કારણકે આ પાસપોર્ટ ખાસ કરીને યુરોપીય સંઘના નાગરિક માટે છે. પરંતુ અન્ય દેશના લોકો પણ આ સર્ટીફિકેટ લઈ શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x