ગુજરાત

સોમનાથમાં AAPની જનસંવેદનના યાત્રા પૂર્વે વિરોધ થતાં AAPના પ્રમુખ ગોપાલ ઇટાલિયા ભાગ્યા

સોમનાથમાં AAPની જનસંવેદનના યાત્રા પૂર્વે વિરોધ જોવા મળી રહ્યો છે,  AAP પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કરેલા વિવાદિત નિવેદનને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો વિરોધ
મહત્વનું છે કે સુરતમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બ્રાહ્મણો અને હિન્દુ પરંપરાઓનું અપમાન કરી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે.

ગોપાલ ઇટાલિયાનો વાયરલ વીડિયોને લઇ વિરોધ
આ વાયરલ થયેલા વીડિયોમાં આપ નેતા કહી રહ્યા છે કે, “મારે જે કહેવું છે તે કહીશ તમને ના ગમે તો મને બ્લોક કરી દેજો, કારણ કે મને તમારી જરૂર નથી. વધુમાં સત્ય નારાયણ કથા અને ભાગવત કથાને લઈને પણ ગોપાલ ઈટાલિયાએ સવાલો ઉઠાવ્યા હતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે કથાઓ જેવી અવૈજ્ઞાનિક અને વ્યર્થ વસ્તુઓ પર લોકો પૈસા અને સમયનો વ્યય કરે છે.

હિન્દુ ધર્મના રીત-રિવાજવાળો વીડિયો વાયરલ 
ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું હતું કે આ કર્યા પછી પણ લોકો જાણતા નથી કે આ કરીને તેમને શું મળ્યું. તેઓ અન્યનો સમય પણ બગાડે છે. આવી નકામી ચીજો ઉપર જો આપણે પૈસા પણ ખર્ચ કરીએ તો આપણને મનુષ્યની જેમ જીવવાનો પણ અધિકાર નથી. જેને લઈનો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે,  મહત્વનું છે કે ગોપાલ ઈટાલિયાએ હિન્દુ માન્યતાઓનું અપમાન કરતા કહ્યું હતું અને સત્સંગ અને કથામાં હાજરી આપનારા લોકોને કિન્નર સાથે સરખાવ્યા હતા અને કહ્યું હતું કે “મને આવા લોકોની શરમ આવે છે.

ગોપાલ ઇટાલિયાને સંસ્કૃતિનું ભાન થયું તે સારી બાબત
ગોપાલ ઈટાલિયાનો વિવાદિત નિવેદનવાળો વીડિયો વાયરલ થયા બાદ હવે બ્રહ્મ સમાજ અને હિન્દુ સમાજના સંગઠનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે ગીર સોમનાથમાં AAPની જનસંવેદનના યાત્રા પૂર્વે વિરોધ કરાયો હતો ગોપાલ ઈટાલિયા સોમનાથ મંદિરની બહાર દર્શન કરી નિકળી રહ્યા હતા ત્યારે તેમનો વિરોધ કરાતા તેઓ કારમાં બેસી રવાના થઈ ગયા હતા.

વાયરલ વીડિયોને લઇને વાતચીત કરવી જોઇએ
વિરોધને પગલે બ્રહ્મ સમાજે નિવેદન આપતા જણાવ્યું છે કે સોમનાથમાં દર્શન કરી અને ધજા ચઢાવીને સંસ્કુતિનું જતન કર્યું છે, ઈટાલિયાને સંસ્કુતિનું ભાન થયું એ સારી બાબત છે,વધુમાં બ્રહ્મ સમાજે વાયરલ વીડિયો મુદ્દે ગોપાલ ઈટાલિયાએ વાતચીત કરવી જોઈએ તેવું જણાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x