આરોગ્યરાષ્ટ્રીય

દેશને મળી વધુ એક વેક્સિન, DCGI એ Moderna વેક્સિનને આપી મંજૂરી

દેશમાં કોરોના (Corona) મહામારી સામે રસીકરણ અભિયાન (Vaccination campaig)પુરજોશમાં શરૂ છે. અત્યાર સુધીમાં ભારતમાં 32.36 કરોડ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. વિશ્વમાં સૌથી વધુ રસીકરણમાં ભારતે અમેરિકાને પણ પાછળ રાખી દીધું. આ તમામ બાબતો વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર એ છે કે ભારત સરકારે ભારતમાં વધુ એક એટલે કે ચોથી કોરોના વેક્સિનને (Corona Vaccine) મંજુરી આપી દીધી છે. આ રસી છે અમેરિકાની Moderna વેક્સિન.

DCGI એ મોડર્ના વેક્સિનને આપી મંજૂરી
ભારત સરકારના ડ્રગ કંટ્રોલર જનરલે (DCGI)એ અમેરિકાની Moderna વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપી દીધી છે. અમેરિકન રસી કંપની મોડર્નાએ ભારતમાં તેની એન્ટી કોવિડ -19 રસી માટે DCGI પાસ મંજૂરી માંગી હતી અને મુંબઈ સ્થિત ફાર્મા કંપની સિપ્લા (Cipla) એ રસીની આયાત અને માર્કેટિંગ માટે અરજી કરી હતી. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે મોડર્ના એન્ટી કોવિડ-19 રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપતા હવે ભારતમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો ને મોડર્ના વેક્સિન આપવામાં આવશે.

90 ટકાથી વધુ અસરકારક હોવાનો દાવો
Moderna વેક્સિનની અસરકારકતા અંગે હાથ ધરવામાં આવેલા ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામો દર્શાવે છે કે આ રસી કોરોનાના લક્ષણોવાળા કેસો સામે 90 ટકાથી વધુ અસરકારક છે.વિશ્વના ઘણા સમૃદ્ધ દેશોમાં મોડર્નાનો ઉપયોગ કરવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં અત્યાર સુધીમાં 12 કરોડ લોકોને ફાઇઝર અથવા મોડર્નાની રસી આપવામાં આવી છે અને આ રસીની આડઅસરો અંગે હજી સુધી કોઈ ચિંતાજનક સમાચાર સામે આવ્યા નથી.

Cipla કરશે મોડર્નાની આયાત
ભારતમાં મોડર્ના વેક્સિનની આયાત મુંબઈ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની Cipla કરશે. સિપ્લાએ જ મોડર્ના રસીની આયાત અને માર્કેટિંગ માટે DGCI સમક્ષ અરજી કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x