કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ જોબ વર્કર પર જીએસટી 18% થી ઘટાડીને 5% કરવામાં આવી છે.
7 August 2017
નવી દિલ્લી :
દેશમાં જીએસટી લાગુ કર્યાના 35 દિવસ બાદ જીએસટી કાઉન્સિલે ટેક્સટાઇલ ઉદ્યોગોને મોટી રાહત આપી છે. ટેક્સટાઇલ જોબવર્ક પર લાગેલા જીએસટીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ જોબ વર્કર પર જીએસટી 18% થી ઘટાડીને 5% કરવામાં આવી છે.
પહેલી જુલાઈથી જીએસટી લાગુ કર્યાબાદ સુરતમાં કાપડ વેપારી કાપડમાં પાંચ ટકા જીએસટી લગાવવાના વિરોધમાં બે અઠવાડિયા સુધી હડતાલ પર હતા. નાણાંમંત્રીએ તેમને આશ્વાસન પણ આપ્યું હતું જેને હવે પૂરો કરવાનો દાવો કર્યો છે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટ્રેક્ટરના પાર્ટ, કમ્પ્યૂટર અને અગરબત્તી જેવા ઘણા સામાનો પર પણ જીએસટીનો દર ઓછો કરવામાં આવ્યો છે. ટેક્ટરના અનેક સ્પેરપાર્ટ પર જીએસટી દર પહેલા 28% થી ઘટાડી 18% કરવામાં આવ્યો છે. રબર બેંડ અને કમ્પ્યૂટરના 20 ઈંચ સુધીના મૉનિટર પર પણ જીએસટી દર 28%થી ઘટાડી 18% કરવામાં આવ્યો છે. માટીની મૂર્તીઓ પર જીએસટી દર 28% થી ઘટાડી 5% કરવામાં આવ્યો છે તથા ઝાડુને ટેક્સ ફ્રી કરવામાં આવ્યું છે.
જીએસટી લાગુ થયા બાદ ટેક્સમાં આજ સુધીનો સૌથી મોટો બદલાવ છે. અગામી જીએસટી કાઉન્સિલ બેઠક 9 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં યાજાશે. જેમાં અન્ય બીજી વસ્તુઓ પર લાગુ થનારા જીએસટી ટેક્સની સમીક્ષા કરવામાં આવશે.