ગુજરાતના મોટા મંત્રીના ગઢમાં ફરી વળ્યું ઝાડું, એક ઝાટકે આટલા નેતાઓ AAPમાં જોડાયા
ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. સૌથી નાની વયે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં AAP પાર્ટીનો પગપેસારો થયો હોય તેવા ભણકારા વાગી રહ્યા છે.
મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં AAPનો પગપેસારો
જેતપુરના નગરપાલિકાના 2 અને વર્તમાન 2 સહિત પૂર્વ કોર્પોરેટર હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, તેમજ હાલમાં કોર્પોરેટર પ્રમોદ ત્રાડા AAP પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
જેતપુર ન.પાના 2 વર્તમાન-2 પૂર્વ કોર્પોરેટર AAPમાં જોડાયા
મહત્વનું છે આવનાર વિધાનસભાને લઈ AAP પાર્ટીઓ મોટું એલાન કર્યું છે જેમાં AAP પાર્ટી તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેર કરી ચુકી છે ત્યારે ધીમે ધીમે હવે AAP ગુજરાતમાં પોતાનું સ્થાન જમાવી રહી હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ન.પાના પૂર્વ પ્રમુખ-ચાલુ કોર્પોરેટર પ્રમોદ ત્રાડા AAPમાં જોડાયા
ભાજપનો ગઢ મનાતો એવા મંત્રી જયેશ રાદડિયા ગઢમાં જ ગાબડું પડવાના સંકેતો મળ્યા છે, નપાના પૂર્વ પ્રમુખ તેમજ ચાલુ કોર્પોરેટરો AAPમાં જોડાતા અપક્ષ નગરસેવીકા મનીષાબેન પાટોડિયાએ પણ ભાજપ સાથેનો છેડો ફાડ્યો છે.
અપક્ષ નગરસેવીકા મનીષાબેન પાટોડિયાએ ભાજપ છોડ્યુ
મહત્વનું છે કે અગાઉ પણ પૂર્વ MLA હરિ જોગીના પુત્ર મહેન્દ્ર પણ AAP પાર્ટીમાં જોડાયા ચુક્યા છે. તે પહેલા પૂર્વ નગરર સેવક દીપુ લુણીએ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા..જ્યારે હવે ભારતીય જનતા યુવા મોરચાના કોરાટનો વિસ્તાર ગણાતા જેતપુરમાં હવે ગાબડું પડ્યું, જયેશ રાદડિયાના ગઢમાં ગાબુડું પડતા જેતપુર નપાના બે અને વર્તમાન તેમજ પૂર્વકોર્પોરેટર પણ AAP પાર્ટીમાં જોડાયા છે.