આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

અમદાવાદની કંપનીએ તૈયાર કરી દુનિયાની પહેલી DNA કોરોના વેક્સિન, ખાસિયતો જાણીને ચોંકી જશો

કંપનીએ ડીસીજીઆઈ પાસેથી રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી

દેશી દવા કંપની ઝાયડસ કેડિલાએ પોતાની કોરોના રસી ઝાયડોવ- ડીના ઈમરજન્સી ઉપયોગ માટે ભારતના ઔષધિ મહાનિયંત્રક (ડીસીજીઆઈ) પાસેથી મંજૂરી માંગી છે. કંપનીએ કહ્યું કે તેમે ભારતમાં અત્યાર સુધી 50થી વધારે કેન્દ્રો પર કોવિડ 19ની રસીને લઈને ક્લિનિકલ ટ્રાયલ કર્યા છે. ઝાયડસ કેડિલાએ એક નિવેદનમાં કહ્યું કે કંપનીએ ZyCoV-D માટે ડીસીજીઆઈની ઓફિસમાં ઈયૂએ માટે અરજી કરી છે. આ કોરોનાની વિરુદ્ધ એક પ્લાસ્મિડ ડીએનએ રસી છે.દેશમાં અત્યાર સુધી કોરોનાની વિરુદ્ધ જે રસીઓને મંજૂરી મળી છે આ તેનાથી ઘણી રીતે અલગ છે. કેડિલા હેલ્થકેરના મેનેજીંગ ડિરેક્ટર ડો. શરવિલ પટેલે કહ્યું કે જ્યારે રસીને મંજૂરી મળી જશે તો આનાથી ન ફક્ત વયસ્કોને પણ 12થી 18 વર્ષના કિશોરોને પણ મદદ મળશે. આ રસીનું દેશમાં 28 હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યાનુંસાર આ રસી 12થી 18 વર્ષના 1 હજાર કિશોરો પર ટ્રાયલ કરવામાં આવ્યા છે. આ સંપૂર્ણ સુરક્ષિત છે. લક્ષણોવાળા દર્દીઓ પર 66.6 ટકા કારગત હોવાની વાત કરાઈ રહી છે.

રસી 3 ડોઝ વાળી 

ZyCoV-D રસીને 4-4 અઠવાડિયાના ગેપમાં આપી શકાય છે.  આ રસીને 2-8 ડિગ્રી તાપમાન પર સ્ટોર કરી શકાય છે. જ્યારે 25 ડિગ્રી તાપમાન પર 3 મહિના રાખી શકાય છે.  રસીના ત્રીજા ડોઝ બાદ આ મધ્યમ બિમારીમાં 100 ટકા સુરક્ષા આપે છે. ત્યારે બીજા ડોઝથી ગંભીર મામલા કે મોત જોવા નથી મળ્યા. ઉલ્લેખનીય છે કે આ રસી નિડલ ફ્રી છે.  આને જેટ ઈન્જેક્શનના માધ્યમથી આપવામાં આવે છે. આના ટ્રાયલ બીજી લહેર દરમિયાન થયા અને આ ડેલ્ટા પર અસરદાર હોવાનું કહેવાઈ રહ્યુ છે.

દુનિયાની પહેલી પ્લાસમિડ ડીએનએ રસી

આ દુનિયાની પહેલી ડીએનએ રસી છે. આ કોવિડ 19 રસીના જિનેટિક કોડ(ડીએનએ અથવા આરએનએ)ના એક ભાગનો ઉપયોગ કરી શરીરની અંદર કોવિડના સ્પાઈક પ્રોટીનની વિરુદ્ધ ઈમ્યૂન રિસ્પોન્સ તૈયાર કરે છે.

બાકી રસીથી કેવી રીતે અલગ?

મોર્ડના, ફાયઝરની રસી એમઆરએનએ ટેક્નોલોજીથી બની. જ્યારે કોવિશીલ્ડ, સ્પૂતનિક  એડિનોવાયરસના ઉપયોગથી બની છે. કોવેક્સિનમાં કોવિડના અસક્રિય વાયરસનો ઉપયોગ કરવામાં  આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x