રાષ્ટ્રીય

કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું જુલાઈ મહિનો આવી ગયો પરંતુ વેક્સિન આવી નથી

કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)કોરોના રસીકરણ સહિત અન્ય મુદ્દાઓને લઈ સતત કેન્દ્ર સરકાર પર નિવેદન આપતા હોય છે. તેમણે ટ્વિટ કરી ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે રસીકરણ (Vaccination) પર નિવેદન આપતા કહ્યું કે, જુલાઈ મહિનો આવી ગયો કે, વેક્સિન આવી નથી.તેમના આ ટ્વિટ પર કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલ અને કેન્દ્ર સ્વાસ્થય પ્રધાન ડૉ. હર્ષવર્ધને પ્રતિક્રિયા આપી છે.

રેલવે પ્રધાન પીયુષ ગોયલે (Railway Minister Piyush Goyal)કહ્યું કે, વેક્સિનનના 12 કરોડ ડોઝ જુલાઈ મહિનામાં આવશે. જે પ્રાઈવેટ હોસ્પિટલના પુરવઠાથી અલગ છે. રાજ્યોને 15 દિવસ પહેલા જાણ કરવામાં આવી છે. રાહુલ ગાંધી(Rahul Gandhi)એ સમજવું જોઈએ કે, કોરોના સામેની લડાઈમાં ગંભીરતાને બદલે આ સમયગાળામાં રાજકારણનું પ્રદર્શન કરવું યોગ્ય નથી.

રાહુલ ગાંધી (Rahul Gandhi)પર નિશાન સાંધતા કેન્દ્રીય સ્વાસ્થય પ્રધાન ડૉ.હર્ષવર્ધને કહ્યું કે, અહંકાર અને અજ્ઞાનતાના વાયરસની કોઈ વેક્સિન નથી. કોંગ્રેસ નેતાને ટ્વિટ કરતા હર્ષવર્ધને કહ્યું કે, કાલે જ મે જુલાઈ મહિના માટે વેક્સિનની ઉપલબ્ધતા વિશે કહ્યું હતુ. રાહુલ ગાંધીની સમસ્યા શું છે, શું તેઓ વાંચતા નથી, શું તેઓ સમજવા માંગતા નથી. અહંકાર અને અજ્ઞાનતાના વાયરસ માટેની કોઈ રસી નથી, કોંગ્રેસે નેતૃત્વમાં પરિવર્તન વિશે વિચારવું જોઈએ.

કોવિડ રસીકરણ અભિયાન (Covid vaccination campaign) પર ટિપ્પણી કરવા માટે વિપક્ષી નેતાઓ પર નિશાન સાંધતા હર્ષવર્ધને કહ્યું કે, રાજ્યોએ તેમના રસીકરણ અભિયાનને વધુ સારી યોજના બનાવવાની આવશ્યકતા છે. રાજ્યોને જુલાઈ મહિના માટે કોવિડ વેક્સિનના જથ્થાને લઈ પહેલા જ જાણ કરવામાં આવી હતી. જુલાઈ મહિનામાં વેક્સિનના કુલ 12 કરોડ ડોઝ પુરા પાડવામાં આવશે.

પ્રાઈવેટ હોસ્પિટલ માટે આનાથી પણ વધારે ડોઝ હશે. આ જાણકારી 15 દિવસ પહેલા રાજ્યોની સાથે શેર કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલય (health Ministry)ના જણાવ્યા અનુસાર દેશમાં અત્યારસુધીમાં 34 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિન (Corona vaccine)નો ડોઝ આપવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x