આંતરરાષ્ટ્રીયઆરોગ્યરાષ્ટ્રીય

ડેલ્ટા વેરિએન્ટ સામે લડવા કારગાર છે Johnson & Johnsonની સિંગલ ડોઝ વેક્સિન, કંપનીનો દાવો

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર, કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ સામે પોતાની સિંગલ ડોઝ રસી (Single Dose Vaccine) રક્ષણ આપી રહી હોવાનો દાવો આંતરરાષ્ટ્રીય કંપની, જ્હોનસન એન્ડ જ્હોનસને (Johnson & Johnson) કર્યો છે. કોરોનાના જીવલેણ ડેલ્ટા વેરિએન્ટ વિશ્વના 100 જેટલા દેશમાં સક્રીય થયો છે. ત્યારે સૌ કોઈ આ વાયરસથી ચિંતીત થઈ ઉઠ્યા છે. આવા સમયે, કંપનીએ લોકોને રાહત મળે તે પ્રકારનો દાવો કર્યો છે કે, હાલમાં અતિ ગંભીર ગણાતા ડેલ્ટા વેરિએન્ટ સામે તેમની રસી રક્ષણ આપી શકે છે.

જહોનસન એન્ડ જોહ્ન્સન (Johnson & Johnson) કંપનીએ દાવો કર્યો છે કે, તેમની સિંગલ ડોઝ વાળી વેક્સિન ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ લડવામાં અસરકારકછે. નવા અભ્યાસના પરિણામો પ્રાંરભિક હોવા છતાં તે ભરોસા લાયક છે. સંશોધનકારોએ 10 લાખ લોકાના લોહીનું પરિક્ષણ કર્યું છે. જેમને સિંગલ ડોઝ વેક્સિન જહોનસન એન્ડ જોહ્ન્સનનો (Johnson & Johnson)વેક્સિન લીધી હતી. ડેલ્ટા સહિત અન્ય ધણા પ્રકાર બીજા વૉરિએન્ટ વિરુદ્ધ પણ તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

જહોનસન એન્ડ જોહ્ન્સન(Johnson & Johnson)ના ટેસ્ટમાં તેમને જાણ થઈ કે, વેક્સિન નવા વેરિએન્ટ વિરુદ્ધ કામ કરતા જોવા મળી છે. જહોનસન એન્ડ જોહ્ન્સનની કાર્યકારી સમિતિના ઉપાધ્યક્ષ અને મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ડૉ.પૉસ સ્ટૉફલ્સે કહ્યું કે, નવા અભ્યાસમાં વિશ્વ સ્તર પર લોગોના સ્વાસ્થયની રક્ષામાં મદદ કરવા માટે જહોનસન એન્ડ જોહ્ન્સન(Johnson & Johnson) કોવિડ-19 વેક્સિનની ક્ષમતાને મજબુત કરવામાં આવે છે. પહેલાના આંકડાઓએ સંકેત આપ્યો કે, ફાઈઝર અને મૉડર્નાએ બનાવેલી વેક્સિનને પણ ડેલ્ટા વેરિએન્ટ (Delta Variant)વિરુદ્ધ લડવાની સંભાવના છે.

કેટલાક વિશેષજ્ઞોએ જહોનસન એન્ડ જોહ્ન્સન(Johnson & Johnson)ની વેક્સિનને લઈ ચિંતા વ્યક્ત કરી છે. જેમાં બીજી વેક્સિનના મુકાબલે માત્ર એક ડોઝ સામેલ છે. બેથ ઈઝરાયલ ડેકોનેસ મેડિકલ સેન્ટરમાં સેન્ટર ફૉર વાયરોલૉજી એન્ડ વેક્સિન રિચર્સના નિર્દેશક ડૉ.બારોચ, જેમણે અનુસંધાનનું નેતૃત્વ કરવામાં મદદ કરી તેમણે કહ્યું કે, જહોનસન એન્ડ જોહ્ન્સનની વેક્સિન એન્ટીબૉડીને નિષ્ક્રિય કરવા માટે પ્રેરિત કરે છે.

બારુચે કહ્યું કે, અભ્યાસમાં વધુ એક આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યું છે કે,જહોનસન એન્ડ જોહ્ન્સન (Johnson & Johnson)શૉટની સાથે વેક્સિન લેનારા લોકોને 8 મહિના બાદ મજબુત રોગપ્રતિકારક શક્તિ પ્રતિરક્ષા પ્રણાલીની પ્રતિક્રિયા જોવા મળી છે. અમેરિકાના 1,20,00,000 કરોડ લોકોએ જહોનસન એન્ડ જોહ્ન્સન (Johnson & Johnson)નો સિંગલ ડોઝ વાળી વેક્સિન લીધી છે, ડેલ્ટા વેરિઅન્ટ (Delta Variant)વાયરસ 100થી વધુ દેશોમાં પહોંચી ચૂક્યું છે. આગાહી પણ કરવામાં આવી છે કે, ડેલ્ટા વેરિએન્ટ (Delta Variant) અમેરિકામાં પ્રમુખ સ્ટ્રેન હશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x