ગુજરાત

ધોરણ 11 સાયન્સની પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ, શાળાઓ માત્ર 25 જુના વિદ્યાર્થીઓને જ આપી શકશે પ્રવેશ

અમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓમાં ધોરણ11  સાયન્સની પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત શાળાઓ સાયન્સમાં (Science) માત્ર 25  જુના વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી શકશે. શહેરમાં સાયન્સ પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યત્વે ત્રણ તબક્કામાં (Three Phase) આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જેમાં 8મી જુલાઈના રોજ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ યોજાશે. ત્યારબાદ 11મી જુલાઈએ બીજી અને 13મી જુલાઈના રોજ ત્રીજી પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ધોરણ 10માં મળેલ માસ પ્રમોશનને (Mass promotion) કારણે ધોરણ 11માં પ્રવેશ માટે દર વર્ષની સરખામણીમાં આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. જેને કારણે અમદાવાદ કોર્પરેશન (Ahmedabad Corporation) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉપરાંત, ત્રણ રાઉન્ડના અંતે પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે 20 જુલાઈના રોજ રાયખંડ કન્યાશાળામાં  પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમદાવાદ શહેરમાં અંદાજીત 164 અને ગ્રામ્યમાં 117 મળીને કુલ 281 જેટલી સ્કુલોમાં 370 જેટલા વર્ગો છે. જેથી 75ની સંખ્યા પ્રમાણે 27,500 જેટલા વિદ્યાર્થીઓને સમાવી શકાય તેટલી વ્યવસ્થા છે.

માત્ર 25 જુના વિદ્યાર્થીઓને શાળાઓ આપી શકશે પ્રવેશ

ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટેનું મેરિટ (Merit) ગણિત, વિજ્ઞાન(Science)  અને અંગ્રેજી (English) વિષયોના મેળવેલા ગુણના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. જેમાં દરેક સરકારી અને ગ્રાન્ટેડ સ્કુલો (Granted school)પોતાના માત્ર 25 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી શકશે. જ્યારે અન્ય બેઠકો પર કેન્દ્રિયકૃત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શહેરની લઘુતમ સ્કુલોની (Minority School) વાત કરવામાં આવે તો લઘુમતી સ્કુલો પોતાની શાળાના 69 વિદ્યાર્થીઓ અને અન્ય 6 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે.

કેટેગરીવાઈઝ (Categorywise) વાત કરવામાં આવે તો SC -05, ST-11 અને SEBC-20 જેટલી જગ્યાઓ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવશે. જેથી, સામાજીક અને આર્થિક પછાત વર્ગના (Social and Financial Backward class) વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવી  શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x