રમતગમત

જાગ્રત દેત્રોજા નામનો દસ વર્ષનો બાળક ફોર્મ્યુલા વન કાર્ટ રેસિંગમાં યુરોપમાં ભારતનો ડંકો વગાડે છે

મૂળ મોરબીમાં જન્મેલા જાગ્રત દેત્રોજા નામનો દસ વર્ષનો બાળક, યુરોપમાં ફોર્મ્યુલા વન કાર્ટ રેસિંગમાં  ભારતનો ડંકો વગાડે છે. વર્ષ 2020થી જાગ્રત સ્પેનમાં ફોર્મ્યુલા વન કાર્ટ રેસિંગમાં ભાગ લે છે. અલગ-અલગ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન બનીને યુરોપમાં ભારતનો એકમાત્ર ફોર્મ્યુલા વન કારનો ડ્રાયવર બન્યો છે.

7 વર્ષની ઉંમરથી જ જાગ્રત કાર રેસિંગની શરૂઆત કરી હતી. પહેલા ઇલેક્ટ્રિક કાર લીધી ત્યારબાદ બરોડામાં પ્રેક્ટિસ કરી જેમાં તેને સારી સફળતા મળ્યા બાદ બેંગ્લોર અને હૈદ્રાબાદમાં નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ સારું પ્રદર્શન કર્યું હતું. યુરોપમાં ફોર્મુલા વન રેસિંગમાં ભવિષ્ય હોવાથી માતા-પિતા સ્પેનમાં સ્થાયી થયા અને આજે વર્ષ 2020 અને 2021ની અલગ-અલગ ચેમ્પિયનશિપમાં જાગ્રતે ભારતનું નામ રોશન કર્યું છે. જાગ્રત યુરોપમાં નંબર વન ફોર્મ્યુલા કાર રેસર બનવા માગે છે અને તેના માટે હાલ ખુબ જ મહેનત કરી રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x