ગુજરાત

ગુજરાતમાં ક્યારથી ખુલશે શાળા-કોલેજ? જાણો શિક્ષણમંત્રીએ શું આપ્યો જવાબ

મળતી વિગતો પ્રમાણે,  ગુજરાતમાં શાળા-કોલેજો શરૂ કરવાને લઈને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મોટું નિવેદન આપ્યું છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે.

તબક્કાવાર શરૂ થશે શાળા-કોલેજો

આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં શાળા-કોલેજો રી-ઓપન કરવા માટે અગાઉની બેઠકમાં ચર્ચા થઈ હતી. જેમાં તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો નિર્ણય લેવાશે તેના પર ભાર મુકવામાં આવ્યો હતો.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 80 નવા કેસ નોંધાયા છે, તો 2 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે.

અત્યાર સુધીમાં 10,064 લોકોના થયાં મોત

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,064 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 228 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 8,10,989 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 10 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 2644 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.

અત્યાર સુધીમાં 2,62,11,578 લોકોને અપાઇ રસી 

સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 2,62,11,578 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,48,796 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ વચ્ચે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 15 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 18 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 4 કેસ, જ્યારે ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 4 કેસ અને ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x